T20 World Cup માં ભારત માટે વિલન બન્યો આ ખેલાડી, બહાર કરવાની ઉઠી માંગ

IND vs SA: ટી20 વિશ્વકપમાં એક ખેલાડી ભારતીય ટીમને ભારે પડી રહ્યો છે. આફ્રિકા સામે પણ તે ફ્લોપ રહ્યો. સતત ત્રણ મેચમાં તેણે ખાસ રન બનાવ્યા નથી. જેથી ટીમના અન્ય બેટરો પર દબાવ વધી રહ્યો છે. 

T20 World Cup માં ભારત માટે વિલન બન્યો આ ખેલાડી, બહાર કરવાની ઉઠી માંગ

નવી દિલ્હીઃ T20 World Cup 2022: ટી20 વિશ્વકપમાં એક ખેલાડી ટીમ ઈન્ડિયા માટે મોટો વિલન સાબિત થઈ રહ્યો છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ મોટી મેચમાં આ ખેલાડીની પોલ ખુલી ગઈ હતી. હવે ટીમના ફાયદા માટે આ ખેલાડીને પ્લેઇંગ 11માંથી બહાર કરવો જરૂરી છે. જો આ ક્રિકેટર પ્લેઇંગ ઇલેવનમાં યથાવત રહ્યો તો ભારત માટે ટી20 વિશ્વકપ જીતવો મુશ્કેલ છે. 

ટી20 વિશ્વકપમાં ભારત માટે વિલન બન્યો આ ખેલાડી
ઓપનિંગ બેટર કેએલ રાહુલ ભારત માટે મુશ્કેલી બની ગયો છે અને ટોપ ઓર્ડરમાં ફેલ થવાને કારણે તમામ દબાવ કોહલી અને રોહિત પર આવી જાય છે. કેએલ રાહુલ પર્થમાં આફ્રિકા સામે મહત્વની મેચમાં માત્ર 9 રન બનાવી આઉટ થયો હતો. નેધરલેન્ડ સામે પણ રાહુલે 9 અને પાકિસ્તાન સામે માત્ર 4 રન બનાવ્યા હતા.

ટીમમાંથી બહાર કરવા ઉઠી માંગ
ટી20 વિશ્વકપમાં સતત ત્રીજી મેચમાં રાહુલ ડબલ અંકમાં પહોંચી શક્યો નથી. તેવામાં સોશિયલ મીડિયા પર ફેન્સ તેને બહાર કરવાની માંગ કરી રહ્યાં છે. ભારતે ટી20 વિશ્વકપમાં આગળ સારૂ પ્રદર્શન કરવું હશે તો રાહુલની સ્થાને પંતની તક આપવી જરૂરી બની ગઈ છે. જેથી ટીમને એક લેફ્ટ હેન્ડર બેટર પણ મળી જશે. ટ્વિટર ફેન્સ રાહુલ પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે. 

રિષભ પંત કરી શકે છે ઓપનિંગ
રિષભ પંત આ પહેલા રોહિતની સાથે ઓપનિંગ કરી ચુક્યો છે. તેવામાં રાહુલ સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે તો કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા પંત પાસે ઓપનિંગ કરાવવાનું વિચારી શકે છે. પંત આવે તો ટીમને એક ડાબોડી બેટર પણ મળી જશે. રાહુલ ફેલ થવાને કારણે રોહિત પણ સતત દબાવમાં રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news