Gujarat Election 2022: ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલા શું ચૂંટણી લડશે કે નહીં? આપ્યું સૌથી મોટું નિવેદન
Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીઓ આવતા અનેક પક્ષના મોટા નેતાઓ સભાઓ અને કાર્યક્રમો કરી રહ્યા છે, ત્યારે આજે લાખણી તાલુકાના ધાણા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ખેડૂત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: લાખણી ઘાણા ગામે ખેડૂતોના સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. જ્યાં તેમને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરીને કોંગ્રેસની સરકાર બનાવવા ખેડૂતો અને લોકોને અપીલ કરી હતી.
વિધાનસભાની ચૂંટણીઓ આવતા અનેક પક્ષના મોટા નેતાઓ સભાઓ અને કાર્યક્રમો કરી રહ્યા છે, ત્યારે આજે લાખણી તાલુકાના ધાણા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ખેડૂત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, સમજણ વાળા આગેવાનો ઘટતા જાય છે, નાનાને સંરક્ષણ આપવું એ મોટાની ફરજ છે. અમે ચૂંટણી વખતે ગપ્પા મારીએ, પણ સાચા ખોટાનો ગઈકાલનો આધાર જોવો જઈએ.
27 વર્ષથી ખરાબ વ્યવહાર હોવાથી એની સામે ન જોવાય. ગુજરાતે એવું શું પાપ કર્યું છે? ભાજપે કહ્યું હતું કે બટાટા નાખશો ને ચિપ્સ નિકળશે, અહીં તો ચીસ નીકળી, લોકોને ભોટ બનાવવાના એટલા ધંધા, જૂઠની હદ હોય, આપણે એવા ચક્કરમાં પડ્યા છીએ. અતિશય ગપ્પા, મર્યાદા બહારના ગપ્પાને રોકવાની તક આવી રહી છે. ખેડૂત કહેવા વાળા બધા ખેડૂત નથી હોતા, હળ કેમ ચલાવાય એ આજે મને ખબર છે. મારા ભાઈના ઘરે મિટરમાં પટ્ટી લગાવતા એટલે ખબર પડી કે મિટર બંધ રાખવાની ખબર પડી, નવા વર્ષે પ્રતિજ્ઞા લેવડાવવા આવ્યો છું, સામે ગમે તેટલા કૌરવો હોય તેનો વધ કરવાનો છે, તમારા ભલા માટે, આવનાર પેઢી માટે ભાજપને કાઢો. આ વખતે તમે આ ભાજપને હરાવી દો.
તો બીજી બાજુ મીડિયાને નિવેદન આપતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, 27 વર્ષથી ચાલતું એકધારું શાસન જે અતિ કહેવાય એ નકામું છે. ગુજરાતની જનતા આ સરકારને દૂર કરો. ભાજપે પ્રજાને છેતરવા સિવાય કંઈ જ કર્યું નથી. કોંગ્રેસના મિત્રોને રિપીટ કરો જે ન હોય ત્યાં નવા મોકલી આપો અને સારી સરકાર બનાવો. કોંગ્રેસના ઉમેદવારોને ભરપૂર મત આપો. કોંગ્રેસમાં જોડાવું કે ન જોડાવું એ અલગ બાબત છે પણ આ જૂઠી સરકારને હટાવી જરૂરી છે.
આ પણ વીડિયો જુઓ:-
તેમણે ઉમેર્યું હતું કે, આ વખતે મતોનું વિભાજન ન થાય તે માટે કોંગ્રેસ કોંગ્રેસ અને કોંગ્રેસ..યુનિફોર્મ સિવિલ કોર્ટ બધા નાટક છે શું તમે 27 વર્ષથી ભજીયા ખાતા હતા. હું ચૂંટણી નથી લડવાનો. હું કોઈ એક વિધાનસભાથી ચૂંટણી નથી લડવાનો. હું 182 વિધાનસભાથી લડવાનો નથી, જરૂરી નથી કે તમે એક વિધાનસભાથી લડું. ભાજપ માટે મારા મોઢામાંથી કોઈ સારા શબ્દો નીકળતા નથી. જે પાર્ટીને ખભે બેસાડીને ગુજરાતમાં બેસાડી હોય તેનો મને વસવસો છે કે ખોટા લોકોના હાથમાં સતા આવી ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે