T10 લીગઃ મોહમ્મદ શહઝાદે 12 બોલમાં ફટકારી અડધી સદી, 17 મિનિટમાં ટીમને અપાવી જીત

દુબઈમાં રમાયેલા આ મેચમાં શહઝાદ અને બ્રેન્ડન મેક્કુલમે ઈનિંગની શરૂઆત કરી અને 4 ઓવરમાં જીત અપાવી દીધી હતી.

T10 લીગઃ મોહમ્મદ શહઝાદે 12 બોલમાં ફટકારી અડધી સદી, 17 મિનિટમાં ટીમને અપાવી જીત

નવી દિલ્હીઃ અફગાનિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ શહઝાદે બુધાવારે આક્રમક અંદાજમાં રમતા ટી20 લીગમાં  પોતાની ટીમ રાજપૂતને પરફેક્ટ-10 જીત અપાવી છે. સિંધીજ ટીમે 10 ઓવરમાં 6 વિકેટ પર 94 રન બનાવ્યા.  રાજપૂત ટીમે 4 ઓવમરાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 96 રન બનાવી 10 વિકેટથી જીત મેળવી હતી. મેન ઓફ ધ  મેચ રહેલા મોહમ્મદ શહઝાદ 74 રન બનાવી અણનમ રહ્યો હતો.  

દુબઈમાં રમાયેલા આ મેચમાં શહઝાદ અને બ્રેન્ડન મેક્કુલમે ઈનિંગની શરૂઆત કરી અને 4 ઓવરમાં જીત  અપાવી દીધી હતી. વિકેટકીપર બેટ્સમેન શહઝાદે 16 બોલની પોતાની તોફાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગા  ફટકાર્યા હતા. મેક્કુલમ (21*) 8 બોલ પર 1 ફોર અને બે સિક્સ ફટકારી હતી. 

- 12-ball 50 (fastest in T10s)
- Highest score in T10s
- 8 Sixes - most in T10s
- Zero dot balls
- Chased 95 in 4 overs
- Chase done in 17 minutes#T10league

— Mazher Arshad (@MazherArshad) November 21, 2018

30 વર્ષીય શહઝાદે મેક્કુલમની સાથે મળીને માત્ર 17 મિનિટમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. આ ટી10 લીગમાં  કોઈપણ બેટ્સમેનનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. શહઝાદે માત્ર 12 બોલમાં અડધી સદી પૂરી કરી લીધી હતી. આ પણ  ટી10 લીગમાં એક રેકોર્ડ છે. 

— Kaushalendra (@imkaushoo) November 21, 2018

આ પહેલા કેપ્ટન શેન વોટસન (42)ની ઈનિંગને કારણે સિંધીજ ટીમે 6 વિકેટ પર 94 રન બનાવ્યા હતા. વોટસને  20 બોલ પર 4 ફોર અને ત્રણ સિક્સ ફટકારી હતી. રાજપૂત ટીમ માટે રમી રહેલા મુનાફ પટેલે 2 ઓવરમાં 20  રન આપીને 3 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝના કાર્લોસ બ્રેથવેટે 2 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ લીધી  હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news