T10 League: નોર્ધન વોરિયર્સની શાનદાર જીત, મરાઠા અરેબિયન્સને પછાડી ફાઈનલમાં જગ્યા બનાવી
યુએઈમાં ચાલી રહેલા ટી 20 લીગની બીજી સિઝનમાં નોર્ધન વોરિયર્સે સુપર લીગના એલિમિનેટર મેચમાં મરાઠા અરેબિયન્સ પર 10 વિકેટથી શાનદાર જીત મેળવીને ટુર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
Trending Photos
શારજાહ :યુએઈમાં ચાલી રહેલા ટી 20 લીગની બીજી સિઝનમાં નોર્ધન વોરિયર્સે સુપર લીગના એલિમિનેટર મેચમાં મરાઠા અરેબિયન્સ પર 10 વિકેટથી શાનદાર જીત મેળવીને ટુર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. નોર્ધન વોરિયર્સે પોતાની પહેલી જ ક્વોલિફાયર મેચમાં પખ્તૂન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મરાઠા અરેબિયન્સે દસ ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 78 રન બનાવ્યાં હતાં. જેણે નોર્ધન વોરિયર્સે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર ફક્ત પાંચ ઓવરમાં જ કરી લીધા હતાં અને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી.
ગત વર્ષે શરૂ થયેલી આ ટી10 ક્રિકેટનું સૌથી નવું સ્વરૂપ છે. જેમાં બંને ટીમો વચ્ચે 10-10 ઓવરોની મેચ રમાય છે. આ મુકાબલો ફક્ત દોઢ કલાકમાં જ પૂરો થઈ જાય છે. ગત વર્ષે શારજાહમાં છ ટીમોથી આ લીગની શરૂઆત થઈ હતી. બીજી સિઝનમાં આ વખતે આઠ ટીમોએ ભાગ લીધો છે. આ વખતે ભાગ લઈ રહેલી બે ટીમોની ફી આયોજકોએ 4,00,000 ડોલરથી વધારીને 1.2 મિલિયન ડોલર કરી દીધી હતી.
આવી રીતે પહોંચી નોર્ધન વોરિયર્સ ફાઈનલમાં
23 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી થનારી ટુર્નામેન્ટની ફાઈનલમાં હવે નોર્ધન વોરિયર્સનો મુકાબલો પખ્તુન્સ સાથે થશે. પખ્તુન્સે પહેલી ક્વોલિફાયર્સમાં નોર્ધન વોરિયર્સને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ બાજુ નોર્ધન વોરિયર્સે ક્વોલિફાયર બે અને ક્વોલિફાયર 3ના વિજેતા મરાઠા અરેબિયન્સને હરાવીને એલિમિનેટરમાં જગ્યા બનાવી હતી. આ અગાઉ મરાઠા અરેબિયન્સે બંગાળ ટાઈગર્સને 7 વિકેટથી હરાવીને એલિમિનેટરમાં જગ્યા બનાવી હતી.
The Northern Warriors camp was in full voice at the Sharjah Cricket Stadium, thanks to the tunes by @MikaSingh to spur us on 😎⚔️ #WeAreWarriors pic.twitter.com/HdD2Bkzv7S
— Northern Warriors (@nwarriorst10) December 1, 2018
એલિમિનેટરમાં થયેલી મેચમાં ટોસ જીતીને નોર્ધન વોરિયર્સના કેપ્ટન ડેરેન સમીએ પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. અરેબિયન્સની શરૂઆત સારી રહી હતી. પહેલી જ ઓવરમાં હજરતઉલ્લા ઝઝાઈ અને એલેક્સ હેલ્સે 16 રન કર્યાં. ત્યારબાદ બીજી ઓવરથી અરેબિયન્સની વિકેટ પડવાની શરૂ થઈ ગઈ. આખી ટીમ દસ ઓવરમાં 8 વિકેટ પર 72 રન કરીને આઉટ થઈ ગઈ. ઝઝાઈએ સૌથી વધુ 15 રન કર્યાં. ત્યારબાદ કેપ્ટન ડ્વેન બ્રાવોએ 13 રન કર્યાં. આ સિવાય કોઈ બેટ્સમેન બેકી સંખ્યાએ પહોંચી શક્યો નહીં.
પૂરન અને સિમન્સની તોફાની ઈનિંગ
નોર્ધન વોરિયર્સ માટે નિકોલસ અને પૂરનની સાથે લિન્ડલ સિમન્સે તોફાની ઈનિંગ રમી અને બંનેએ મળીને 5 ઓવરમાં જ 74 રન બનાવીને પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડી દીધી. સિમન્સે 14 બોલમાં 31 રન અને પૂરને 16 બોલમાં 43 રન ફટકાર્યા. વોરિયર્સ માટે હાર્ડ્સ વિલ્ઝોએને સૌથી વધુ 3 વિકેટ લીધી. તેને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો.
નોર્દન વોરિયર્સનું ટાઇટલ સ્પોન્સર ZEE5
આ દિવસોમાં યૂએઈમાં ટી10 લીગની બીજી સિઝન ચાલી રહી છે. રવિવારે રાત્રે (2 ડિસેમ્બર) તેની ફાઇનલ નોર્દર્ન વોરિયર્સ અને પખ્તૂન્સ વચ્ચે રમાશે. ટી10 ક્રિકેટ લીગની બીજી સિઝનમાં નોર્દર્ન વોરિયર્સનું ટાઇટલ સ્પોન્સર ZEE5 છે. નોર્દર્ન વોરિયર્સ તે ત્રણ ટીમોમાંથી એક ટીમ છે, જેણે આ વર્ષે ટી10 ક્રિકેટ લીગમાં પર્દાપણ કર્યું છે. ZEE5, જી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડની એક ગ્લોબલ ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ છે. જેને હાલમાં 190+ દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. નોર્દર્ન વોરિયર્સના કો-ઓવનર મોહમ્મદ મોરાની છે. તેમણે કહ્યું કે, ટી10 ક્રિકેટ એ 90 મિનિટ એન્ટરટેઇનમેન્ટનું થ્રિલર છે. તે માસને આકર્ષે છે. તેણે બીજી સિઝનમાં ઘણી સફળતા મેળવી છે. આ અંગે વાત કરતા ZEE5 ચીફ બિઝનેસ ઓફિસર (ગ્લોબલ) અર્ચના આનંદે જણાવ્યું કે, નાર્દર્ન વોરિયર્સના ટાઇટલ સ્પોન્સર તરીકે અમે રોમાંચ અનુભવી રહ્યાં છીએ. ટીમમાં ટેલેન્ડેટ ક્રિકેટરો છે, જેણે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે