World Cup 2019: પંતને ટીમમાં સ્થાન ન મળતા થોડો હેરાન છું: ગાવસ્કર

ગાવસ્કરે કહ્યું કે, આ પગલું ચોંકાવનારું છે પરંતુ તેણે શાનદાર વિકેટકીપર તરીકે કાર્તિકનું સમર્થન કર્યું છે. 
 

World Cup 2019: પંતને ટીમમાં સ્થાન ન મળતા થોડો હેરાન છું: ગાવસ્કર

મુંબઈઃ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે સોમવારે કહ્યું કે, તે યુવા વિકેટકીપર રિષભ પંત ભારતની વિશ્વકપની ટીમમાંથી બહાર થવાથી હેરાન છે. તેમનું માનવું છે કે રિષભ પંત ઘણો 'શાનદાર' બટિંગ ફોર્મમં છે અને તેણે વિકેટકીપિંગ કૌશલ્યમાં ઘણો સુધારો કર્યો છે. 

33 વર્ષના દિનેશ કાર્તિકે ભારતની વિશ્વ કપ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાં બીજા વિકેટકીપરના સ્થાન પર પંતને પછાડી દીધો છે. વિશ્વ કપ 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહ્યો છે. ગાવસ્કરે કહ્યું કે, આ પગલું ચોંકાવનારૂ છે, પરંતુ તેમણે સારા વિકેટકીપર તરીકે કાર્તિકનું સમર્થન કર્યું છે. 

ગાવસ્કરે કહ્યું, પંતનું ફોર્મ જોતા આ થોડો ચોંકાવનારો નિર્ણય છે. તે માત્ર આઈપીએલમાં જ નહીં પરંતુ આ પહેલા પણ સારી બેટિંગ કરી રહ્યો હતો. તે વિકેટકીપિંગમાં પણ સુધાર કરી રહ્યો છે. તે ટોપ-6માં ડાબા હાથનો બેટિંગ વિકલ્પ આપત જે બોલરો વિરુદ્ધ સારૂ હોત. 

તેણે કહ્યું, બોલરોએ ડાબા હાથના બોલરો માટે પોતાની લાઇન અને લેન્થમાં ફેરફાર કરવો પડે અને કેપ્ટનને મેદાનમાં ઘણી વ્યવસ્થા કરવાની હોય છે. 

પંતે આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી 245 રન બનાવ્યા જ્યારે કાર્તિકના 111 રન છે. ગાવસ્કરે પરંતુ આ પગલાથી ફાયદો પણ જણાવતા કહ્યું, કોઈ દિવસે સવારે જો મહેન્દ્ર સિંહ ધોનીને ફ્લૂ થાય છે અને તે ન રમી શકે તો તમે એવો ખેલાડી ઈચ્છશે જે શાનદાર વિકેટકીપર હોય. મને લાગે છે કે કાર્તિકને કોઈ અન્ય વસ્તુથી વધુ વિકેટકીપિંગ કૌશલ્યને કારણે ટીમમાં જગ્યા મળી છે. 

તેમણે કહ્યું કે, તમિલનાડુનો ઓલરાઉન્ડર વિજય શંકરની ત્રણ પરિમાણીય વિશેષતાઓને જોતા તે ટીમ માટે ઉપયોગી ખેલાડી હશે. તેમણે કહ્યું, તે એવો ક્રિકેટર છે, જેણે ગત એક વર્ષમાં ઘણો સુધાર કર્યો છે. તેના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. શંકર ઘણો ઉપયોગી ક્રિકેટર છે. તે સારો બેટ્સમેન છે, ઉપયોગી બોલર અને શાનદાર ફીલ્ડર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news