PICS: ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહેલા સ્ટીવ સ્મિથે પોતાના ગર્લફેન્ડ સાથે કર્યા લગ્ન

સ્ટીવ સ્મિથ અને ડાની વિલિયની મુલાકાત બિગ બેશ લીગના ઉદ્ઘાટન સત્ર દરમિયાન સિડની બારમાં થઈ હતી. 
 

PICS: ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહેલા સ્ટીવ સ્મિથે પોતાના ગર્લફેન્ડ સાથે કર્યા લગ્ન

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે પોતાના ગર્લફ્રેન્ડ ડાની વિલિય સાથે શનિવાર (15 સપ્ટેમ્બર)એ લગ્ન કરી લીધા છે. ડાની ઘણા લાંબા સમયથી સ્મિથની ગર્લફ્રેન્ડ છે. સ્મિથે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતા પોતાની ખુશી જાહેર કરી છે. 

તેણે લખ્યં, આજે મેં મારી પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા. અવિશ્વસનીય દિવસ. ડાની અવિશ્વસનીય રૂપથી સુંદર લાગી રહી છે. 

સ્ટીવ સ્મિથ અને ડાની વિલિસની મુલાકાત બિગ બેશ લીગના ઉદ્ઘાટન સત્ર દરમિયાન સિડની બારમાં થઈ હતી. ત્યારે સ્ટિવ સ્મિથે વિલિયને પ્રપોઝ કર્યું હતું. વિલિસ મૈક્વેરી યૂનિવર્સિટીમાંથી લો અને કોમર્સનો અભ્યાસ કર્યો છે. 

A post shared by Steve Smith (@steve_smith49) on

આ વર્ષે માર્ચમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની સાથે કેમરૂન બેનક્રોફ્ટને બોલ સાથે છેડછાડનો દોષી ઠેરવતા સસ્પેન્ડ કરી દીધા હતા અને ક્રિકેટ જગતને આંચકો લાગ્યો હતો. કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં કેમેરામાં બેનક્રોફ્ટને બોલ સાથે છેડછાડ કરતા રંગે હાથે ઝડપવામાં આવ્યો હતો. 

ત્યારબાદ સ્મિથ અને બેનક્રોફ્ટે એક પત્રકાર પરિષદમાં પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. 

ત્યારબાદ સ્ટીવ સ્મિથને કેપ્ટનશિપ ગુમાવી અને તેની ખૂબ ટીકા થઈ હતી. સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો અને બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો. આ ઘટનાને ક્રિકેટની સૌથી ચોંકવનારી ઘટના ગણવામાં આવી હતી. 

 

A post shared by Dani Willis (@dani_willis) on

આ ઘટના બાદ અફવા ફેલાઈ હતી કે સ્મિથના લગ્ન રદ્દ થવાના છે પરંતુ છેલ્લા છ મહિના ખૂબ મુશ્કેલ અને સંઘર્ષમય રહ્યાં હતા. આખરે સ્મિથ અને ડાનીએ લગ્ન કરી લીધા છે. સ્મિથ હાલમાં ટી-20 ટૂર્નામેન્ટમાં વ્યસ્ત છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news