ખેલ પ્રધાને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપના મેડલ વિજેતાઓનું સન્માન કર્યું
સિલ્વર મેડલ જીતનાર દીપક પૂનિયાને સાત લાખ રૂપિયાનો ચેક સોંપવામાં આવ્યો જ્યારે બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ, રાલુહ અવારે અને રવિ દહિયાને ચાર-ચાર લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ (kiren rijiju) કઝાકિસ્તાનના નૂર-સુલ્તાનમાં હાલમાં સંપન્ન થયેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં (world wrestling championship) મેડલ જીતનાર ભારતીય રેસલરોને મંગળવારે રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યાં હતા. ભારતે એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલની સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ભારતે આ પહેલા 2013મા વિશ્વ ચેમ્પિયનશિપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
પુરૂષ 86 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીતનાર દીપક પૂનિયાને સાત લાખ રૂપિયાનો ચેક સોંપવામાં આવ્યો જ્યારે બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ, રાલુહ અવારે અને રવિ દહિયાને ચાર-ચાર લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. દીપક, બજરંગ, વિનેશ અને રવિએ આ દરમિયાન ઓલિમ્પિકની ટિકિટ પણ હાસિલ કરી હતી. રાહુલની પુરૂષ 61 કિલો સ્પર્ધા ઓલિમ્પિકનો ભાગ નથી.
हमारे अनमोल "दो" रतन!
India's best ever performance in World Men's Boxing Championship! I'm proud to honour @Boxerpanghal the first Indian to win Silver medal and Manish Kaushik who won bronze medal🇮🇳 pic.twitter.com/gb7cfGrOdt
— Kiren Rijiju (@KirenRijiju) September 23, 2019
આ પ્રથમ ઘટના છે જ્યારે ભારતને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપથી ચાર ઓલિમ્પિક ટિકિટ મળી છે. ચાર વર્ષ પહેલા ભારતને માત્ર એક ઓલિમ્પિક ટિકિટ મળી હતી. ટોક્યો ઓલિમ્પિકમાં કુશ્તીની 18 સ્પર્ધાઓ થશે અને ભારતીય રેસલરોને ક્વોલિફાઇ કરવાની વધુ બે તક મળશે. પ્રથમ તક માર્ચ 2020મા એશિયન કુશ્તી ચેમ્પિયનશિપ જ્યારે બીજો એપ્રિલમાં વિશ્વ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાં મળશે.
રિજિજૂએ રેસલરોને સન્માનિત ક્યા બાદ કહ્યું, 'મને ભારતીય કુશ્તી ટીમના ઐતિહાસિક પ્રદર્શન પર ખુબ ગર્વ છે, જેણે પાંચ મેડલ અને ચાર ઓલિમ્પિક કોટા હાસિલ કર્યો છે. આ સમારોહ અને પુરસ્કાર તેને શુભેચ્છા આપવા અને દેશને તેણે જે સન્માન અપાવ્યું તેની પ્રશંસા કરવાની રીત છે. સરકાર દરેક મદદ ઉપલબ્ધ કરાવશે જેથી ઓલિમ્પિકની તૈયારીમાં કોઈ કમી ન રહે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે