PASvsNZ: પાક કેપ્ટન સરફરાજ અહેમદ મામલે ફેફ ડુ પ્લેસિસનું સદભાવનાવાળું નિવેદન

પાકિસ્તાન કેપ્ટન સરફરાજ અહેમદે મંગળવારે દક્ષિણ આફ્રિકાના ખેલાડી એન્ડિલ ફેલુકવાયો માટે વંશીય ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ થયો હતો. જોકે બાદમાં સોશિયલ મીડિયા પર માફી માંગી હતી. 

PASvsNZ: પાક કેપ્ટન સરફરાજ અહેમદ મામલે ફેફ ડુ પ્લેસિસનું સદભાવનાવાળું નિવેદન

ડરબન : પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહેમદે દક્ષિણ આફ્રિકાના ખેલાડી અંગે વંશીય ટિપ્પણી કરતાં વિવાદ સર્જાયો છે. જેને પગલે સરફરાજ વિવાદમાં ફસાયો છે. પરંતુ સાઉથ આફ્રિકા ટીમના કેપ્ટન ફેફ ડુ પ્લેસિસથી એને રાહત મળી છે. ડુ પ્લેસિસે સરફરાજની ટિપ્પણી માટે એને માફ કર્યો છે. ડુ પ્લેસિસે કહ્યું કે, સરફરાજે માફી માંગી છે અને એવામાં ટીમે એમને માફ કરી દીધો છે. 

ડુ પ્લેસિસના નિવેદનથી જાહેર છે કે આ મામલાથી તેઓ અને ટીમને દૂર રાખવા માગે છે. તે આ સમગ્ર મામલો તપાસ સમિતિને હવાલે કરી ટીમનું ધ્યાન મેચ પર ફોકસ કરવા ઇચ્છે છે. બંને ટીમો વચ્ચે ત્રીજી વન ડે મેચ શુક્રવારે છે. વન ડે સિરીઝમાં બંને ટીમો 1-1 થી બરાબર ચાલે છે. પ્લેસિસે ટીમના પ્રશિક્ષણ સત્ર દરમિયાન કહ્યું કે, તેણે માફી માંગતાં અને માફી આપી છે. પોતાની ભૂલ અને ખરાબ વ્યવહાર માટે તેણે માફી માંગી છે. પોતાના ખરાબ વર્તન અંગે પણ તેણે જવાબદારી સ્વીકારી છે. હવે અમારા હાથમાં કંઇ નથી, આ મામલો હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ પાસે છે. 

સરફરાજે દક્ષિણ આફ્રિકા સામેની બીજી વન ડે મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ખેલાડી એન્ડિલે ફેહુલકાયા વિરૂધ્ધ રંગભેદ અંગે ટિપ્પણી કરી હતી. જે સ્ટમ્પ માઇકમાં રેકોર્ડ થઇ હતી. જેને પગલે સોશિયલ મીડિયામાં ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news