Review : 'ઠાકરે' બનીને નવાઝુદ્દીને જીતી લીધું લોકોનું દિલ

બોલિવૂડમાં હાલમાં બાયોપિકનો દોર ચાલી રહ્યો છે.

Review : 'ઠાકરે' બનીને નવાઝુદ્દીને જીતી લીધું લોકોનું દિલ

નવી દિલ્હી : બોલિવૂડમાં હાલમાં બાયોપિકનો દોર ચાલી રહ્યો છે. આ પરંપરામાં આજે રિલીઝ થઈ છે 'ઠાકરે'. આ ફિલ્મ મહારાષ્ટ્રના ઇતિહાસના સૌથી દમામદાર નામ ગણાયેલા બાલા સાહેબ ઠાકરેના જીવન પર બની છે. ફિલ્મમાં બાલા સાહેબનો રોલ નવાઝુદ્દીન સિદ્દીકી ભજવી રહ્યો છે. બાલા સાહેબ વિશે કહેવાય છે કે તેમણે કોઈ પણ પદ પર રહ્યા વગર મહારાષ્ટ્રની રાજનીતિને લાંબા સમય સુધી આકાર આપ્યો છે. 2012માં બાલા સાહેબ ઠાકરેનું નિધન થઈ ગયું હતું. આ ફિલ્મ હિન્દી અને મરાઠી ભાષામાં રિલીઝ થઈ છે. 

બાલ ઠાકરેના જીવન પર બનેલી આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે તેમણે મરાઠી લોકો માટે લડાઈનું બ્યુગલ ફુંક્યું અને કઈ રીતે શિવસેના સંગઠનમાંથી એક પાર્ટી બની. આ ફિલ્મમાં બાલા સાહેબના સારા અને ખરાબ બંને પાસાઓને દેખાડવામાં આવ્યા છે. ઠાકરેના રોલમાં નવાઝુદ્દીને તેમજ મીના તાઈના રોલમાં અમૃતા રાવે સારું પર્ફોમન્સ આપ્યું છે. 

ટ્રેડ એક્સપર્ટનું માનવું છે કે માત્ર 30 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મને મહારાષ્ટ્રમાં મોટા પાયે રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ પહેલા દિવસે 8થી 10 કરોડનો બિઝનેસ કરી શકે છે. આ સિવાય ટ્વિટર પર આવી રહેલા રિવ્યુ પરથી લાગે છે કે આ ફિલ્મ લોકોના દિલ જીતવામાં સફળ સાબિત થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news