સૌરવ ગાંગુલીએ કહ્યું- ઈંગ્લેન્ડમાં હાર માટે શાસ્ત્રી-બાંગર જવાબદાર
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડમાં શ્રેણી પરાજય માટે કોચ રવિ શાસ્ત્રી અને સંજય બાંગર જવાબદાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડમાં એક મેચ પહેલા જ ટેસ્ટ શ્રેણીમાં પરાજય પર આલોચનાઓની સાથે કારણોના વિશ્લેષણોનો દોર શરૂ થઈ ગયો છે. આ સિલસિલામાં ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સૌરવ ગાંગુલીનું માનવું છે કે ટીમ ઈન્ડિયાની બેટિંગનું સ્તર નીચું આવી ગયું છે અને તે માટે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બેટિંગ કોચ સંજય બાંગર જવાબદાર છે.
આ શ્રેણીનો પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ માત્ર 31 રનથી ગુમાવ્યો હતો. બીજી ટેસ્ટમાં જે લોર્ડ્સમાં રમાઈ તેમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 159 રનથી પરાજય થયો હતો. ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ વાપસી કરતા મેચ 203 રને જીતી લીધી હતી. ચોથી ટેસ્ટમાં ફરી ભારતીય ટીમની બેટિંગ ખરાબ રહી અને 245 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે 60 રને મેચ ગુમાવી હતી.
માત્ર બેટ્સમેનો જ જવાબદાર નહીં
સૌરવનું માનવું છે કે વિદેશની પિચો પર ભારતની ખરાબ બેટિંગ માટે માત્ર બેટ્સમેનો જવાબદાર નથી. એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં દાદાએ કહ્યું, આ પરિણામો માટે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બેટિંગ કોચ સંજય બાંગરે પણ જવાબદારી લેવી જોઈએ કારણ કે એક બેટ્સમેન સારી બેટિંગ કરી રહ્યો છે બાકીને ફેલ જઈ રહ્યાં છે. જ્યાં સુધી આવા સવાલોનો જવાબ નહીં મળે ત્યાં સુધી ત્રણ વિદેશી પિચો (ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા
માં શ્રેણી જીતવી મુશ્કેલ થશે.
સૌરવનું માનવું છે કે ભારતનો બેટિંગ ક્રમ ઘણઆ સમયથી રન બનાવતો નથી. 2011થી અત્યાર સુધી વિદેશમાં દરેક શ્રેણી હાર્યા છીએ. જ્યારે વિરાટ રન બનાવે છે તો લાગે છે કે જુદા પ્રકારના બોલરો સામે રમી રહ્યો છે. તો બાકીના બેટ્સમેન કોઈ બીજા બોલરો સામે રમી રહ્યાં છે. મને લાગે છે કે ખેલાડીઓના બેટિંગનું સ્તર ઘણું નીચું ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે