બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારના સભ્યો બન્યા કોરોનાનો શિકારઃ રિપોર્ટ


સૌરવ ગાંગુલીના ભાઈ, તેમની પત્ની અને સાસુ-સસરા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ચારેયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમને એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે. 

 બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારના સભ્યો બન્યા કોરોનાનો શિકારઃ રિપોર્ટ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના (Team india) પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ (BCCI)ના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ના પરિવારના સભ્યો પણ કોરોના વાયરસ (Corona Virus)ની ઝપેટમાં આવી ગયા છે. સૌરવ ગાંગુલીના મોટા ભાઈ અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલ (સીએબી)ના સચિવ સ્નેહાશીષ ગાંગુલી આ ઘાતક વાયરસથી સંક્રમિત મળ્યા, આ જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આપી છે. 

આ સિવાય સ્નેહાશીષની પત્ની પણ વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પાછલા સપ્તાહે સ્નેહાશીષના સસરા અને સાસુ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. 

બિઝનેસ ઇનસાઇડર ઈન્ડિયાએ એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી લખ્યુ, 'ચારેયને સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ હતી જે બધાના લક્ષણ કોવિડ-19 સંક્રમણ જેવા હતા, જ્યારે તેઓ બેહાલા ગાંગુલીના પૈતૃક ઘરની જગ્યાએ કોઈ અન્ય સ્થળ પર રહેતા હતા. ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પરિવારના ચારેય સભ્યોને એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે.'

ભારત-ચીન તણાવઃ 'વીવો આઈપીએલ? ટાઇટલ સ્પોન્સર ડીલની સમીક્ષા કરશે બીસીસીઆઈ

નર્સિંગ હોમના સૂત્રોએ કહ્યું, તેમને રજા આપવામાં આવશે કે નહીં તે ટેસ્ટ રિપોર્ટ પર નિર્ભર કરે છે. આ પહેલા ગાંગુલીએ કહ્યુ હતુ કે, જ્યારે વાયરસ સમાપ્ત થશે તો ક્રિકેટ ફરી શરૂ થશે. 

કોરોના વાયરસને કારણે ભારતીય ક્રિકેટ અને તેની સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓ હાલ રોકાયેલી છે. એટલું જ નહીં પ્રતિષ્ઠિત ટી20 લીગ આઈપીએલને પણ અચોક્કસ સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news