દાદા BCCIના અધ્યક્ષ બનતા જ અસર જોવા મળી, કોહલીને મળ્યા બાદ આપ્યો આ મોટો સંકેત 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ શુક્રવારે કહ્યું કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ડે-નાઈટ (દિવસ-રાત) ટેસ્ટ મેચ રમવા માટે સહમત છે.

દાદા BCCIના અધ્યક્ષ બનતા જ અસર જોવા મળી, કોહલીને મળ્યા બાદ આપ્યો આ મોટો સંકેત 

કોલકાતા: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ શુક્રવારે કહ્યું કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ડે-નાઈટ (દિવસ-રાત) ટેસ્ટ મેચ રમવા માટે સહમત છે. બાંગ્લાદેશ સામે રમાનારી સિરીઝ માટે ટીમ પસંદગીના ઉદ્દેશ્યથી ગાંગુલી ગુરુવારે મુંબઈમાં કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માને મળ્યા હતાં. એવું કહેવાઈ રહ્યું છે કે તેમણે દિવસ રાત ટેસ્ટ મેચ રમવાના મુદ્દે પણ ચર્ચા કરી. 

વિરાટ ડે નાઈટ ટેસ્ટ સાથે સહમત નથી
ગાંગુલીએ શુક્રવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બંગાળ ક્રિકેટ સંઘ (સીએબી) દ્વારા આયોજિત એક સ્વાગત સમારોહમાં કહ્યું કે અમે બધા આ અંગે વિચારી રહ્યાં છીએ. અમે આ અંગે કઈંક કરીશું. હું દિવસ-રાત ટેસ્ટ મેચમાં વિશ્વાસ રાખુ છું. કોહલી પણ આ માટે સહમત છે. મને અખબારોમાં ઘણા રિપોર્ટ્સમાં જોવા મળે છે કે તે તેના પક્ષમાં નથી પરંતુ એ વાત સાચી નથી. રમતને આગળ વધારવાની જરૂર છે અને આ જ આગળનો રસ્તો છે. લોકોએ કામ પૂરું કરીને ચેમ્પિયન્સને રમતા જોવા જોઈએ. મને નથી ખબર કે આવું ક્યારે બનશે પરંતુ આ જરૂર થશે.

જુઓ LIVE TV

હવે આગળ શું
ગાંગુલીને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આગળનો રોડમેપ શું છે? તો ગાંગુલીએ કહ્યું કે ટીમે સારું પ્રદર્શન કર્યું છે. અમે મોટી ટુર્નામેન્ટ જીત્યા નથી આથી રોડમેપ સમય સાથે આવશે. ભારતીય ક્રિકેટમાં એક સારું માળખું છે અને તેમા પૈસા પણ છે. ગાંગુલીએ ઈન્ડિયન પ્રિમિયર લીગ અને ઈંગ્લિશ પ્રિમિયર લીગની પણ સરખામણી કરી. ગાંગુલીએ કહ્યું કે આઈપીએલ હવે ઈપીએલની જેમ દુનિયાની સૌથી મોટી લીગ છે. લોકપ્રિયતા અને સંચાલનના મામલે તે કોઈ પણ પ્રકારે ઈપીએલથી ઉતરતી નથી. 

શું છે પ્રાથમિકતા?
ગાંગુલીએ કહ્યું કે મારું કામ તમામ સ્તરો પર ક્રિકેટરોની મદદ કરવાનું છે. પ્રથમ શ્રેણીમાં રમનારા ખેલાડીઓ. મારી ઈચ્છા ક્રિકેટને વિશ્વસનીય અને સ્વચ્છ બનાવવાની પણ છે. ગાંગુલીએ કહ્યું કે હું મારી સમયમર્યાદા અંગે જાણતો નથી પરંતુ જ્યારે પણ હું આ પદ છોડીશ ત્યારે જે પણ નવા લોકો આવશે તે જરૂર કહી શકશે કે હું એક સ્વસ્થ પ્રણાલી પાછળ છોડીને ગયો છું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news