સ્મૃતિ મંધાનાએ જીત્યો ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર અને વનડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ
મંધાના ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી બાદ આઈસીસી પુરસ્કાર જીતનાર માત્ર બીજી ભારતીય મહિલા ક્રિકેટર છે.
Trending Photos
દુબઈઃ ભારતીય વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને સોમવારે આઈસીસીએ વર્ષની મહિલા ક્રિકેટર અને વર્ષની મહિલા વનડે પ્લેયર પસંદ કરી છે. ડાબોડી પ્રતિભાશાળી બેટ્સમેન મંધાનાએ વર્ષની મહિલા ક્રિકેટર બનવા પર ચારેલ હેયો ફ્લિંટ એવોર્ડ જીત્યો છે. તેણે 2018મા 12 વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં 669 રન અને 25 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 622 રન બનાવ્યા છે. વનડેમાં તેણે 66.90ની એવરેજથી રન બનાવ્યા જ્યારે ટી20માં તેની સ્ટ્રાઇક રેટ 130.67 રહી છે.
મંધાનાએ વેસ્ટ ઈન્ડિયમાં મહિલા વર્લ્ડ ટી20મા ભારતને સેમીફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. તેણે આ ટૂર્નામેન્ટમાં 5 મેચોમાં 125.35ની એવરેજથી 178 રન બનાવ્યા હતા. આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું, તે હજુ વનડે રેન્કિંગમાં ચોથા અને ટી20 રેન્કિંગમાં 10મા સ્થાને છે. મંધાના ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી બાદ આઈસીસી પુરસ્કાર જીતનાર માત્ર બીજી ભારતીય મહિલા ક્રિકેટર છે.
India's star batter Smriti Mandhana bags Rachael Heyhoe-Flint Award and Women's ODI Player of Year 2018! 👏
— ICC (@ICC) December 31, 2018
ઝુલનને 2007મા આઈસીસીની વર્ષની ખેલાડી પસંદ કરવામાં આવી હતી. મંધાનાએ આ સિદ્ધિ પર કહ્યું, જ્યારે આ પ્રકારના પુરસ્કારોથી તમારા પ્રદર્શનને માન આપવામાં આવે છે તો આકરી મહેનત કરવા અને ટીમ માટે સારૂ પ્રદર્શન કરવાની પ્રેરણા મળે છે. આઈસીસીના મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસને મંધાનાને શુભકામના આપી છે. તેમણે કહ્યું, સ્મૃતિએ મહિલા ક્રિકેટ માટે આ યાદગાર વર્ષમાં પોતાના શાનદાર પ્રદર્શનથી પ્રશંસકોને ખુશી આપી છે.
ઓસ્ટ્રેલિયાની ઓપનર અને વિકેટકીપર એલિસા હીલીને આઈસીસીની વર્ષની 20 આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડી પસંદ કરવામાં આવી છે. તેણે મહિલા વિશ્વ ટી20ના 6 મેચોમાં 225 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની 19 વર્ષીય સ્પિનર સોફી એક્લેસટોનને વર્ષની ઇમેજિંગ ખેલાડી પસંદ કરવામાં આવી છે. તેણે 9 વનડેમાં 18 વિકેટ અને 14 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 17 વિકેટ ઝડપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે