ICC Odi Ranking: શુભમન ગિલે વનડે રેન્કિંગમાં મોટો અપસેટ સર્જ્યો, રોહિત-વિરાટને પછાડીને આ નંબરે પહોંચ્યો
ICC Latest Odi Ranking: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ નવા ODI રેન્કિંગ જાહેર કરી દીધા છે. ICCના વનડે બેટ્સમેનોની રેન્કિંગમાં શુભમન ગિલને સૌથી વધુ ફાયદો થયો છે.
Trending Photos
દુબઈઃ ICC Latest Odi Ranking: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તાજેતરની વનડે બેટ્સમેનોની રેન્કિંગ્સ (ICC odi Rankings) જાહેર કરી છે. આ ODI રેન્કિંગમાં શુભમન ગીલે પોતાનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કર્યું છે. શુભમન ગિલ તાજેતરની વન ડે રેન્કિંગમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતા ઘણો આગળ નીકળી ગયો છે. વર્ષ 2023 માં શુભમન ગિલે ODI ફોર્મેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેને રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે.
શુભમન ગિલે સર્વશ્રેષ્ઠ વનડે રેન્કિંગ કર્યું હાંસલ
ભારતીય ઓપનર શુભમન ગિલ (Shubman Gill) તાજેતરની ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) વન ડે ખેલાડી રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ચોથા સ્થાને પહોંચી ગયો છે. ગિલ ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ ટોપ 10માં સામેલ છે. કોહલી પણ એક સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે રોહિત બેટ્સમેનોની રેન્કિંગમાં આઠમા સ્થાને યથાવત છે, જેમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોચ પર છે.
મોહમ્મદ સિરાજનો જલવો બરકરાર
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ટોપ 10માં યથાવત છે, તે આ યાદીમાં એકમાત્ર ભારતીય બોલર છે. તે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ પછી ત્રીજા નંબર પર યથાવત છે. દક્ષિણ આફ્રિકાનો એઇડન માર્કરામ બેટિંગ યાદીમાં 13 સ્થાન આગળ વધીને 41મા સ્થાને અને ઓલરાઉન્ડરોની યાદીમાં 16 સ્થાન આગળ વધીને 32મા સ્થાને પહોંચી ગયો છે. જોહાનિસબર્ગમાં ત્રણ મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ નેધરલેન્ડ્સને 2-0થી હરાવ્યું છે. આ સિરીઝમાં એડન માર્કરામે શાનદાર કામ કર્યું હતું.
સૂર્યકુમાર યાદવ T20માં નંબર-1
ભારતનો સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) બેટ્સમેનોની (ICC T20 Ranking) માં ટોચ પર છે. જ્યારે હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરની યાદીમાં બીજા સ્થાને યથાવત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે