મહિલા T20I: ભારતે વિસ્ટ ઈન્ડિઝને 10 વિકેટે હરાવ્યું, શેફાલીની અડધી સદી, દીપ્તિની 4 વિકેટ
ઓફ સ્પિનર દીપ્તિ શર્માની શાનદાર બોલિંગ બાદ યુવા શેફાલી વર્માએ સતત બીજી અડધી સદી ફટકારતા ભારતીય મહિલા ટીમે રવિવારે અહીં બીજી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ પર દસ વિકેટથી જીત મેળવી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર પોતાના શાનદાર પ્રદર્શને જાળવી રાખતા સેન્ટ લૂસિયામાં રમાયેલી બીજી ટી-20 મેચમાં યજમાન ટીમને 10 વિકેટથી કારમો પરાજય આપ્યો હતો. આ જીતની સાથે ભારતે પાંચ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 103 રન બનાવ્યા હતા. ભારતે લક્ષ્યને 11મી ઓવરમાં હાસિલ કરી લીધો હતો. ચાર વિકેટ ઝડપનાર દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 15 વર્ષની શેફાલી વર્માએ અણનમ 69 રન બનાવ્યા હતા. તેણે 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
ભારતઃ ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી અડધી સદી
24 બોલઃ સ્મૃતિ મંધાના વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, 2019
25 બોલઃ સ્મૃતિ મંધાના વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2018
26 બોલઃ શેફાલી વર્મા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, 2019
29 બોલઃ હરમનપ્રીત કૌર વિરુદ્ધ શ્રીલંકા, 2018
🔹 Deepti Sharma ➝ 4/10
🔹 Shafali Verma + Smriti Mandha ➝ 104* runs
India claimed a dominant 10-wicket victory over West Indies in the second women's T20I in St Lucia 👏#WIvIND REPORT ⬇️https://t.co/52IFEAu0bj
— ICC (@ICC) November 11, 2019
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યજમાન ટીમની શરૂઆત ખરાબ રહી અને તેણે 15 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. હેલી મેથ્યૂઝ અને નેશને ત્રીજી વિકેટ માટે 34 રનની ભાગીદારી કરી ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. 49ના કુલ યોગ પર મેથ્યૂઝ (23)ની વિકેટ પડી હતી.
ત્યારબાદ નેશન (32) અને નતાશા મેકલીન (17)ની સાથે 32 રન જોડ્યા હતા. પરંતુ દીપ્તિએ શાનદાર બોલિંગ કરતા નિયમિત અંતરે વિકેટ ઝડપી હતી. આ કારણે વિન્ડીઝની ટીમ 103 રન બનાવી શકી હતી. ભારત માટે દીપ્તિએ સૌથી વધુ (4/10) વિકેટ ઝડપી, જ્યારે રાધા યાદવ, પૂજા વસ્ત્રાકર અને શિખા પાંડેને એક-એક વિકેટ મળી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ એકવાર ફરી શાનદાર શરૂઆત અપાવી હતી. વર્માએ આક્રમક બેટિંગ કરતા 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વર્માને મંધાનાનો સાથ મળ્યો, જેણે અણનમ રહેતા ભારતને જીત અપાવી હતી. મંધાનાએ 28 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 30 રન બનાવ્યા હતા. વર્માએ 35 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 69 રનની ઈનિંગ રમી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે