ઈન્ડોનેશિયા માસ્ટર્સઃ ચીની ખેલાડીને હરાવીને ફાઇનલમાં પહોંચી સાઇના નેહવાલ

ભારતીય ટેનિસ સ્ટાર સાઇના નેહવાલે ઈન્ડોનેશિયા માસ્ટર્સની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

ઈન્ડોનેશિયા માસ્ટર્સઃ ચીની ખેલાડીને હરાવીને ફાઇનલમાં પહોંચી સાઇના નેહવાલ

જકાર્તાઃ ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે શનિવારે શાનદાર પ્રદર્શન કરતા ઈન્ડોનેશિયા માસ્ટર્સના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે શનિવારે રમાયેલી સેમીફાઇનલમાં ચીની ખેલાડી બિંહજિયાઓને સાઇનાએ 18-21, 21-12, 21-18થી પરાજય આપ્યો હતો. 

આઠમી વરીયતા પ્રાપ્ત સાઇનાએ પ્રથમ સેટમાં 11-7થી લીડ મેળવી હતી પરંતુ બિંગજિયાઓએ વાપસી કરતા ગેમ 21-18થી જીતી લીધી હતી. 

બીજી ગેમમાં સાઇનાએ લય મેળવતા વાપસી કરી અને ગેમ 21-12થી પોતાના નામે કરી લીધી હતી. અંતિમ અને નિર્ણાયક સેટમાં સાઇનાએ 21-18થી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

ઈન્ડોનેશિયા માસ્ટર્સની ફાઇનલ રવિવાર (27 જાન્યુઆરી)એ રમાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news