સચિન તેંડુલકરે ગુજરાતી રેસ્ટોરન્ટમાં ઉજવ્યો પત્ની અંજલિનો બર્થડે, Photos શેર કરીને કહી મજેદાર વાત

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin tendulkar) ક્રિકેટની દુનિયાથી દૂર થયા બાદ પણ પોતાના ફેન્સના હ્રદય પર રાજ કરે છે. સચિને બુધવારે પત્ની અંજલિ તેંડુલકરનો બર્થડે ઉજવ્યો. સચિને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી.

સચિન તેંડુલકરે ગુજરાતી રેસ્ટોરન્ટમાં ઉજવ્યો પત્ની અંજલિનો બર્થડે, Photos શેર કરીને કહી મજેદાર વાત

મુંબઈ: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin tendulkar) ક્રિકેટની દુનિયાથી દૂર થયા બાદ પણ પોતાના ફેન્સના હ્રદય પર રાજ કરે છે. સચિને બુધવારે પત્ની અંજલિ તેંડુલકરનો બર્થડે ઉજવ્યો. સચિને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી. અહીં તેઓ સમગ્ર પરિવાર સાથે એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં ભોજનનો સ્વાદ માણતા જોવા મળ્યા. 

સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેંડુલકરે 10 નવેમ્બરના રોજ પોતાનો 54મો જન્મદિવસ ઉજવ્યો. મુંબઈની એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં સમગ્ર પરિવારે ડિનરની મજા માણી. આ દરમિયાન સચિન-અંજલિની પુત્રી સારા તેંડુલકર પણ જોવા મળી જે હાલ લંડનમાં રહે છે. 

ફેમિલી ડિનરની તસવીર (Photo)  શેર કરતા સચિન તેંડુલકરે લખ્યું કે, 'અંજલિના જન્મદિવસે શ્રી ઠાકર ભોજનાલયમાં સરસ ગુજરાતી થાળીનો આનંદ માણ્યો. અંજલિનું ગુજરાતી કનેક્શન ખુબ સ્ટ્રોંગ છે. પરંતુ અમારા જીન્સના બટન આ ભોજન બાદ ઢીલા થઈ ગયા. આ જાણીને નવાઈ લાગી કે આ ભોજનાલય 1945થી છે.'

અત્રે જણાવવાનું કે સચિન તેંડુલકરનું નામ હાલમાં જ ટ્વિટર પર આ વર્ષની 50 સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાં સામેલ થયું છે. આ યાદીમા ટેલર સ્વિફ્ટ પહેલા નંબરે જ્યારે સચિન તેંડુલકરનું નામ 35માં નંબરે હતું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ યાદીમાં બીજા નંબરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news