VIDEO: આપોઆપ ચાલવા લાગી કાર, સચિને કહ્યું ગાડીમાં મિસ્ટર ઇન્ડિયા તો નથી?
ક્રિકેટ વિશ્વનાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે (Sachin Tendulkar) પોતાનાં ઘરના પાર્કિંગમાં સ્વયં સંચાલિત (ઓટોમેટિક) કાર પાર્કિંગનો રોમાંચકારી અનુભવ લીધો હતો. શુક્રવારે ટ્વીટર પર એક વીડિયો શેર કરતા સચિને જણાવ્યું કે, તેઓ ઓટોમેટિક કારની સવારી કરી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી : ક્રિકેટ વિશ્વનાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે (Sachin Tendulkar) પોતાનાં ઘરના પાર્કિંગમાં સ્વયં સંચાલિત (ઓટોમેટિક) કાર પાર્કિંગનો રોમાંચકારી અનુભવ લીધો હતો. શુક્રવારે ટ્વીટર પર એક વીડિયો શેર કરતા સચિને જણાવ્યું કે, તેઓ ઓટોમેટિક કારની સવારી કરી રહ્યા છે.
કાશ્મીરમાં મોટા હુમલાની આશંકા, અમરનાથ યાત્રા રદ્દ, તમામ પ્રવાસીઓને સ્થળ છોડવા આદેશ
વીડિયોમાં જોઇ શકાય છે કે, માસ્ટર બ્લાસ્ટર સચિન ડ્રાઇવરની બાજુવાળી સીટ પર બેઠેલા જોવા મળીર હ્યો છે જ્યારે કાર આપોઆપ પાર્કિંગ એરિયામાં આગળ વધે છે. અને જ્યાં તેનો પાર્કિંગ એરિયા આવે છે ત્યાં આપોઆપ અટકી જાય છે. સચિને પોતાનાં ટ્વીટમાં લખ્યું કે,'મારા કાર પાર્કને ગેરેજમાં ઓટોમેટિક પાર્ક થતી જોવાનો રોમાંચકારી અનુભવ. એવું લાગી રહ્યું છે જાણે મિસ્ટર ઇન્ડિયાએ (અનિલ કપુર) નિયંત્રણ લઇ લીધું છે. ! મને વિશ્વાસ છે કે બાકીના વિકેંડ મારા મિત્રો સાથે આ જ પ્રકારનાં રોમાંચક હશે.'
Thrilling experience to witness my car park itself in my garage. It felt like Mr. India (@AnilKapoor) had taken control! 😋
I'm sure the rest of the weekend will be as exciting with my friends. pic.twitter.com/pzZ6oRmIAt
— Sachin Tendulkar (@sachin_rt) August 2, 2019
Thrilling experience to witness my car park itself in my garage. It felt like Mr. India (@AnilKapoor) had taken control! 😋
I'm sure the rest of the weekend will be as exciting with my friends. pic.twitter.com/pzZ6oRmIAt
— Sachin Tendulkar (@sachin_rt) August 2, 2019
અયોધ્યા વિવાદ: 100 દિવસમાં આવી શકે છે ચુકાદો, 17 નવેમ્બર બની શકે ઐતિહાસિક તારીખ
પોતાની પસંદના ખેલાડીની ઓટોમેટિક કારને જોઇને ફેન્સ ખુબ જ ખુશ થયા હતા. કેટલાક ફેન્સે ફની કોમેન્ટ્સ પણ કરી હતી. જે પૈકી એક યુઝરે મુંબઇ પોલીસને ટેગ કરતા લખ્યું કે, સીટ બેલ્ટ નથી... કૃપા કરીને ભગવાન (ક્રિકેટનાં ભગવાન) પર દંડ લગાવો. જ્યારે કેટલાક લોકોએ તેમની કારની કિંમત પુછી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે