લૉકડાઉન તોડનાર પર ગુસ્સે થયો સચિન, કહ્યું- કોરોના વાયરસ આગ, તમે ન બનો હવા


સચિને આ વીડિયોમાં તે લોકો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે જે લૉકડાઉન છતાં આ દિવસોમાં બેજવાબદાર થઈને પોતાના ઘરની બહાર ફરી રહ્યાં છે. સચિને કહ્યું કે, કેટલાક વીડિયો તો મેં જોયા જેમાં લોકો ક્રિકેટ રમી રહ્યાં છે.

લૉકડાઉન તોડનાર પર ગુસ્સે થયો સચિન, કહ્યું- કોરોના વાયરસ આગ, તમે ન બનો હવા

નવી દિલ્હીઃ વિશ્વના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર કોરોના વાયરસ પર સતત લોકોને જાગરૂત કરી રહ્યાં છે. સચિને કહ્યું કે, વડાપ્રધાનના લૉકડાઉનની અપીલનું બધાએ સ્ટ્રિક્લી પાલન કરવું જોઈએ ત્યારે આ જીવલેણ વાયરસનો ખાતમો સંભવ છે. આજે માસ્ટર બ્લાસ્ટરે વધુ એક વીડિયો જારી કરી તે લોકો વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે, જે આ વાયરસની ચિંતા કર્યા વગર ઘરમાંથી નિકળી રહ્યાં છે. માસ્ટર બ્લાસ્ટરે કહ્યું કે, આ વાયરસ આગ છે, ઓછામાં ઓછું તમે તેને ભડકાવનારી હવા તો ન બનો. 

સોશિયલ મીડિયા ટ્વીટર પર સચિને લોકોને અપીલ કરતા 1 મિનિટ 28 સેકન્ડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેંડુલકરે પોતાના ટ્વીટના કેપ્શનને પણ હિન્દીમાં આવ્યું અને લખ્યું 'નમસ્તે! આપણી સરકારે બધાને વિનંતી કરી છે કે આગામી 21 દિવસ સુધી આપણે બધા ઘરથી બહાર ન નિકળ્યે. છતાં ઘણા લોકો આ આદેશનું પાલન કરી રહ્યાં નથી. આ મુશ્કેલ સમયમાં આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે ઘરમાં રહીએ અને આ સમય પોતાના પરિવારની સાથે પસાર કરીએ અને #CoronaVirus નો ખાતમો કરીએ.'

हमारी सरकार ने हम सभी से ये विनती की है कि अगले २१ दिनों तक हम सब अपने घरों से ना निकलें। फिर भी बहुत लोग इस निर्देश का पालन नहीं कर रहे हैं। इस मुश्किल समय में हम सबका ये कर्तव्य है कि हम घरों में रहें और यह समय अपने परिवार के साथ बिताएं और #CoronaVirus का खात्मा करें। pic.twitter.com/fJgLk3ZiPj

— Sachin Tendulkar (@sachin_rt) March 25, 2020

ત્યારબાદ સચિને આ વીડિયોમાં તે લોકો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે જે લૉકડાઉન છતાં આ દિવસોમાં બેજવાબદાર થઈને પોતાના ઘરની બહાર ફરી રહ્યાં છે. સચિને કહ્યું કે, કેટલાક વીડિયો તો મેં જોયા જેમાં લોકો ક્રિકેટ રમી રહ્યાં છે.

તેમણે કહ્યું, 'આ ખોટુ છે. સમયની ગંભીરતાને સમજો અને પોતાના ઘરોમાં રહો. છેલ્લા 10 દિવસથી હું મારા પરિવારની સાથે ઘર પર છું અને આગામી 21 દિવસ પણ ઘરમાં રહીશ. આ દરમિયાન ન હું અને મારો પરિવાર કોઈ મિત્રને મળ્યો અને મળશે નહીં. તમે પણ સમજો. જો કોરોના વાયરસ આગ છે તો તમે ઓછામાં ઓછું તેને ભડકાવતી આગ તો ન બનો.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news