Corona: ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 600ને પાર, 10 લોકોના મોત


મિઝોરમમાં નેધરલેન્ડથી પરત ફરેલા એક પાદરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મિઝોરમમાં સંક્રમણનો પ્રથમ અને પૂર્વોત્તરનો બીજો કેસ છે. 
 

Corona: ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 600ને પાર, 10 લોકોના મોત

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા લેટેસ્ટ આંકડા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 606 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી કુલ 10 લોકોના મોત થયા છે. આજે વધુ બે લોકોના મોત થયા છે. સવારે તમિલનાડુના મદુરૈમાં 54 વર્ષના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું અને સાંજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક 65 વર્ષની મહિલાનું મોત થયું છે. તો ગુજરાતમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા 39 પર પહોંચી ગઈ છે. બુધવારે સંક્રમણના 62 નવા કેસ સામે આવ્યા છે. 

મિઝોરમમાં નેધરલેન્ડથી પરત ફરેલા એક પાદરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મિઝોરમમાં સંક્રમણનો પ્રથમ અને પૂર્વોત્તરનો બીજો કેસ છે. આ સાથે દેશમાં કોરોનાનું સંકમ્રણ 25 રાજ્યોમાં પહોંચી ગયું છે. કેન્દ્ર સરકાર પ્રમાણે દેશમાં 553 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે અને 42 લોકો સ્વસ્થ થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

— ANI (@ANI) March 25, 2020

અત્યાર સુધી કોરોનાના સૌથી વધુ 116 મામલા મહારાષ્ટ્રમાં સામે આવ્યા, જ્યારે કેરલ (109) બીજા નંબર પર છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું- છેલ્લા 24 કલાકમાં પાંચ નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે. તેમાંથી એક વિદેશ યાત્રા કરવાની જાણકારી મળી છે. હવે દિલ્હીમાં સંક્રમણના કુલ મામલાની સંખ્યા 35 થઈ ગઈ છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે 12 કલાકથી 21 દિવસ માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. ગૃહ મંત્રાલય પ્રમાણે આ દરમિયાન નિયમ તોડનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમાં બે વર્ષની જેલ સિવાય કેટલાક મામલામાં દંડની જોગવાઇ પણ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news