આ છે સચિન તેંદુલકરની દીકરી, ગ્રેજ્યુએશન ડે પર દેખાઇ ખુબ જ સુંદર

ક્રિટર લેજેંડ સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર ફરી એકવાર સમાચારમાં છવાઇ છે. આ વખતે સારાનું સમાચારમાં આવવાનું કારણ તેનું ગ્રેજ્યુએશન છે. જોકે સારએ યૂનિવર્સિટી ઓફ લંડનમાં મેડિસિનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હાંસલ કરી લીધી છે. સારાએ તેના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામમાં તેની ગ્રેજ્યુએશન સેરેમનીની ફોટો શેર કરી તેણે આ વાતની જાણકારી આપી છે.

આ છે સચિન તેંદુલકરની દીકરી, ગ્રેજ્યુએશન ડે પર દેખાઇ ખુબ જ સુંદર

નવી દિલ્હી: ક્રિટર લેજેંડ સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર ફરી એકવાર સમાચારમાં છવાઇ છે. આ વખતે સારાનું સમાચારમાં આવવાનું કારણ તેનું ગ્રેજ્યુએશન છે. જોકે સારએ યૂનિવર્સિટી ઓફ લંડનમાં મેડિસિનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હાંસલ કરી લીધી છે. સારાએ તેના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામમાં તેની ગ્રેજ્યુએશન સેરેમનીની ફોટો શેર કરી તેણે આ વાતની જાણકારી આપી છે.

સારાના આ ખાસ દિવસ પર સચિન તેંદુલકર અને અંજલી ત્યાં પહોંચ્યા હતા. સારાએ તેના ઇંસ્ટાગ્રામ પર ગ્રેજ્યુએશન ડેના તેના કેટલાક ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા છે. આ ફોટોમાં સચિન અને અંજલિ પણ તેની સાથે છે અને તે ઘણી ખુશ જોવા મળી રહીં છે.

સચિન અને તેની પત્ની અંજલી તેંદુલકર સારાના આ અચિવમેન્ટથી ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. સારા આ ફોટોમાં ખુબ દ સુંદર દેખાઇ રહીં છે. ફોટોગ્રાફ્સ શેર કરતા સારાએ લખ્યું હતું કે, જાણો છો મે શું કર્યું.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I did what?🙊

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

20 વર્ષીય સારા આ ફોટોગ્રાફ્સમાં સફેદ ડ્રેસમાં સાદગીની સાથે ખુબ જ સુંદર દેખાઇ રહી છે. તમને જણાવી દઇએ કે, સારા તેના સ્કૂલનું ભણતર ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, મુંબઇથી પુરૂ કર્યું છે. ત્યારબાદ તે ગ્રેજ્યુએશન માટે લંડન જતી રહીં હતી.

પાછલા કેટાલાક સમયથી સારા વારંવાર તેના માતા-પિતા સાથે ઘણા સમારોહમાં જોવા મળતી હતી. આ કારણે તે સમાચારમાં છવાઇ રહી છે. જોકે થોડા સમય રહેલા જ સારા આકાશ અંબાણી અને શ્લોકાની સગાઇ સમારોહમાં દેખાઇ હતી. સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિલ રહે છે અને વારંવાર તેના વેકેશનના ફોટોગ્રાફ્સ શેર કરતી હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news