રોનાલ્ડો યૂરોપની ત્રણ મોટી ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ખેલાડી, યુવેન્ટ્સે સીરીએ ટાઇટલ જીત્યું

આ જીત બાદ રોનાલ્ડોએ કહ્યું, 'આ જીત પર ગર્વ છે.' પ્રથમ સિઝનમાં આ ક્લબની સાથે સીરી એ ટાઇટલ જીતવા પર ખુશ છું.

રોનાલ્ડો યૂરોપની ત્રણ મોટી ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ખેલાડી, યુવેન્ટ્સે સીરીએ ટાઇટલ જીત્યું

નવી દિલ્હીઃ ઈટાલીની ક્લબ યુવેન્ટ્સે સીરી એ ટાઇટલ સતત આઠમી વખત જીતી લીધું છે. આ જીતની સાથે પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો યૂરોપની ત્રણ મોટી લીગ જીતનાર પ્રથમ ફુટબોલર બની ગયો છે. તેણે આ પહેલા ઈંગ્લેન્ડની ક્લબ માનચેસ્ટર યૂનાઇટેડની સાથે પ્રીમિયર લીગ અને સ્પેનની રિયલ મૈડ્રિડની સાથે લા લિગાનું ટાઇટલ જીત્યું હતું. યુવેન્ટ્સે શનિવારે ફિઓરેન્ટીનાને 2-1થી પરાજય આપ્યો હતો. 

યુવેન્ટ્સની લીગમાં 28મી જીત
લીગમાં યુવેન્ટ્સની 33 મેચોમાં આ 28મી જીત છે. તેણે માત્ર બે મેચ ગુમાવી છે. ત્રણ મેચ ડ્રો રહી છે. યુવેન્ટ્સ 87 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાને છે. તો નેપોલી 67 પોઈન્ટની સાથે બીજા સ્થાને છે. 

આ જીત બાદ રોનાલ્ડોએ કહ્યું, 'આ જીત પર ગર્વ છે.' પ્રથમ સિઝનમાં આ ક્લબની સાથે સીરી એ ટાઇટલ જીતવા પર ખુશ છું. હું 1000% આગામી સિઝનમાં પણ આ ક્લબ માટે રમીશ. પરંતુ હું ટીમને ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ ન અપાવી શક્યો, પરંતુ આગામી વર્ષે થશે. 

લીગમાં 10માં નંબરની ટીમ ફિઓરેન્ટીનાના નિકોલા મિલેન્કોવિચે છઠ્ઠી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી દીધી હતી.  યુવેન્ટ્સના એલેક્સ સેન્ડ્રોએ 37મી મિનિટમાં ગોલ કરીને સ્કોર બરાબર કરી દીધો હતો. બીજા હાફમાં રોનાલ્ડોના ક્રોસને ફિઓરેન્ટીનાને જર્મન પેજેલાએ પોતાના પોસ્ટમાં નાખીને આત્મઘાતી ગોલ કરી દીધો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news