Rishabh Pant Accident: ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ પણ માથું ખંજવાળી રહ્યા છે!, 'ઋષભ પંતનું બચવું એ ચમત્કાર છે'

Rishabh Pant Car Accident: ભારતીય ટીમના સ્ટાર વિકેટકિપર બેટર ઋષભ પંત શુક્રવારે વહેલી સવારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. રુડકી પાસે તેની કાર પલટી ખાઈ ગઈ હતી. ગાડી પંત પોતે ચલાવી રહ્યો હતો. હાલ ઋષભ પંત દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

Rishabh Pant Accident: ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ પણ માથું ખંજવાળી રહ્યા છે!, 'ઋષભ પંતનું બચવું એ ચમત્કાર છે'

Rishabh Pant Car Accident: ભારતીય ટીમના સ્ટાર વિકેટકિપર બેટર ઋષભ પંત શુક્રવારે વહેલી સવારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. રુડકી પાસે તેની કાર પલટી ખાઈ ગઈ હતી. ગાડી પંત પોતે ચલાવી રહ્યો હતો. હાલ ઋષભ પંત દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહીં તેના તમામ રિપોર્ટ્સ પણ કરાવવામાં આવ્યા. 
એવું કહેવાય છે કે પંતને સૌથી વધુ ઈજા માથા અને પગમાં થઈ છે. જેના કારણે તેનો બ્રેઈન અને સ્પાઈનનો MRI સ્કેન કરાવવામાં આવ્યો. જેનો રિપોર્ટ પણ સામે આવી ગયો છે. આ રિપોર્ટે ફેન્સ અને પંતને મોટી રાહત આપી છે. રિપોર્ટ નોર્મલ આવ્યો છે. ડોક્ટરોએ જણાવ્યું કે ઋષભ પંતના હજુ પણ કેટલાક રિપોર્ટ બાકી છે. તેની ઘૂંટી અને ઘૂંટણનો પણ MRI સ્કેન કરાવવાનો હતો પરંતુ હાલ તેને ટાળવામાં આવ્યો છે કારણ કે પંતને ખુબ દુ:ખાવો થઈ રહ્યો હતો અને સોજો પણ હતો. હવે આ સ્કેન આજે કરાવવામાં આવી શકે છે. 

કાર અકસ્માતમાં ઋષભ પંતના ચહેરા પર ઈજા થઈ હતી. અનેક કાપા અને ઘા પણ આવ્યા અને કેટલાક ઘસરકા પણ પડ્યા. તેને ઠીક કરાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. ઋષભ પંતને જમણા પગ અને ઘૂંટણ તથા ઘૂંટીમાં લિગામેન્ટની સમસ્યા હોઈ શકે છે. જેને કારણે મેક્સ હોસ્પિટલના ડોક્ટર્સે ઋષભ પંતના ઘૂંટણ ઉપર પણ પાટો બાંધ્યો છે. ડોક્ટર્સે જણાવ્યું કે પંતની સ્થિતિ હાલ સારી છે અને તે સારૂ મહેસૂસ કરી રહ્યો છે. બીસીસીઆઈ તરફથી પણ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કહેવાયું હતું કે ઋષભના માથા પર બે કટ છે, તેના જમણા ઘૂંટણમાં લિગામેન્ટ ફાટી ગયું છે અને તેની જમણી કલાઈ, ઘૂંટી, પગના અંગૂઠામાં પણ ઈજા થઈ છે અને તેની પીઠમાં પણ ઈજા થઈ છે. 

એક્સપર્ટે કહી આ વાત
પરંતુ આ બધા વચ્ચે ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ આટલા  ભયંકર અકસ્માતમાં ઋષભ પંતની સલામતીને લઈને ચોંકી ગયા છે. ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ નિતિન દોસ્સાએ કહ્યું કે ઋષભ પંતનું બચવું એક ચમત્કાર છે. તેને ડ્રાઈવ કરતા કરતા ઊંઘ આવી ગઈ હશે કારણ કે તેણે બરાબર આરામ નહીં કર્યો હોય. કોઈ વાત કરવા માટે નહીં હોય અથવા તો વિચારમાં ખોવાઈ ગયો હશે. તેમણે કહ્યું કે મર્સિડિઝના સિક્યુરિટી ફિચરના કારણે પંતનો જીવ બચી ગયો. આવી ગાડીમાં સ્પેશિયલ સિક્યુરિટી ફિચર્સ હોય છે. 

આ રીતે કારમાંથી બહાર નીકળ્યો પંત
અત્રે જણાવવાનું કે ઋષભ પંત પોતાની મર્સિડિઝ કાર પોતે જાતે ચલાવીને હોમ ટાઉન રૂડકી જઈ રહ્યો હતો. આ દરમિયાન તેને ઝોકું આવી ગયું અને કાર ડિવાઈડર સાથે ટકરાઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. પંતે પોતે જણાવ્યું કે તે સ્ક્રિન તોડીને બહાર આવ્યો. ત્યારબાદ કારમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માત બાદ સૌથી પહેલા હરિયાણા રોડવેઝનો બસ ડ્રાઈવર સુશીલ કુમાર પંત પાસે પહોંચ્યો હતો. તેણે જ પંતને સંભાળ્યો અને એમ્બ્યુલન્સને બોલાવીને પંતને હોસ્પિટલ પહોચાડ્યો. સુશીલે જણાવ્યું કે પંત લોહીથી લથપથ હતો અને પંતે પોતે જણાવ્યું હતું કે તે ક્રિકેટર ઋષભ પંત છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

શ્રીલંકા સામેની ટીમમાં સામેલ નથી પંત
ઋષભ પંત શ્રીલંકા વિરુદ્ધ 3 જાન્યુઆરીથી શરૂ  થનારી ટી20 આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ નથી. તેણે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા મજબૂતાઈ અને કન્ડીશનિંગ માટે બેંગ્લુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં જવાનું હતું. તેણે હાલમાં જ મીરપુરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં 93 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. જેણે ભારતને 2-0થી સિરીઝ જીતવામાં મદદ કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news