સચિન તેંડુલકર અને કપિલ દેવની ખાસ ક્લબમાં સામેલ થયો રવિન્દ્ર જાડેજા
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 50 ઓવરના ફોર્મેટમાં 2000 રન અને 150થી વધુ વિકેટ ઝડપનારો ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મંગળવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝના બીજા વનડે મેચમાં એક ખાસ મુકામ હાસિલ કર્યો છે. જામથાના વીસીએ સ્ટેડિયમમાં 10 રન બનાવતા જાડેજા ભારતીય ઓલરાઉન્ડરોના એક ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે.
જાડેજાએ 50 ઓવરના ફોર્મેટમાં 2000 રન અને 150થી વધુ વિકેટ હાસિલ કરનારો ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. તે દિગ્ગજ સચિન તેંડુલકર અને કપિલ દેવની યાદીમાં સામેલ થઈ ગયો છે.
ગોડ ઓફ ક્રિકેટના નામથી જાણીતા સચિન તેંડુલકરના નામે 463 વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં 18426 રન અને 153 વિકેટ નોંધાયેલી છે. તો 1983 વિશ્વ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન રહેલા કપિલ દેવના નામે 50 ઓવરના ફોર્મેટમાં 3783 રન અને 253 વિકેટ છે. પોતાના કરિયરમાં 149મો વનડે રમી રહેલા જાડેજાએ અત્યાર સુધી 171 વિકેટ ઝડપી છે.
જાડેજાએ નાગપુર વનડેમાં 10 રન પૂરા કર્યા અને આ ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો. તેણે આ મેચમાં 40 બોલમાં 21 રન બનાવ્યા અને કેપ્ટન વિરાટ કોહલી (116)ની સાથે સાતમી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. તે સિરીઝના પ્રથમ વનડેમાં પણ ટીમમાં હતો પરંતુ તેને કોઈ સમફળતા ન મળી અને બેટિંગમાં પણ તક ન મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે