Shubman Gill: સાઉથની આ હૉટ એક્ટ્રેસ પર છે Shubman Gillને ક્રશ! ક્રિકેટરે રહસ્યનો કર્યો પર્દાફાશ

Shubman And Rashmika: ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ વિશે એવી અફવા છે કે તેનો પ્રથમ ક્રશ સાઉથની ફિલ્મ સ્ટાર રશ્મિકા મંદાના છે.

Shubman Gill: સાઉથની આ હૉટ એક્ટ્રેસ પર છે Shubman Gillને ક્રશ! ક્રિકેટરે રહસ્યનો કર્યો પર્દાફાશ

Shubman Gill And Rashmika Mandanna: ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ માત્ર ક્રિકેટના મેદાન પર તેની રમત માટે જ નહીં પરંતુ બહારના અંગત જીવન માટે પણ ઘણી હેડલાઇન્સમા રહે છે. દરમિયાન, જ્યારે શુભમન ગિલ અભિનેત્રી સારા અલી ખાનને ડેટ કરી રહ્યો હોવાના અહેવાલો છે, ત્યારે હવે તેનું નામ સાઉથ ફિલ્મની સ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે જોડવામાં આવી રહ્યું છે.

No description available.

હકીકતમાં એક ઇન્સ્ટાગ્રામ પેજએ શુભમન ગિલ અને રશ્મિકા મંદન્નાનો ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગિલે એક ઇન્ટરવ્યુ દરમિયાન કબૂલાત કરી હતી કે તેનો પહેલો ક્રશ રશ્મિકા મંદાન્ના છે. તે જ સમયે, આ અંગે ગિલનો જવાબ હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શુભમન ગિલે આ પોસ્ટનો જવાબ આપતા લખ્યું કે, મેં કઈ મીડિયા ઈન્ટરએક્શનમાં આ વાત કહી, જેના વિશે હું પોતે જાણતો નથી. જો કે અત્યાર સુધી આ પોસ્ટ પર અભિનેત્રી રશ્મિકા મંદાના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

અમદાવાદ ટેસ્ટ મેચમાં રમી રહ્યો છે શુભમન ગિલ 

ભારતીય ટીમ હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે, શુભમન ગિલ પણ આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે. ગિલને આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ 2 ટેસ્ટ મેચમાં રમવાની તક મળી ન હતી.

લોકેશ રાહુલના સતત ખરાબ ફોર્મને જોતા ટીમ ઈન્ડિયાએ ઈન્દોરમાં રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં શુભમન ગિલને રમાડવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ગિલના બેટથી બંને ઇનિંગ્સમાં માત્ર 21 અને 5 રન જ બન્યા હતા. જોકે ટીમે ફરી એકવાર તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને અમદાવાદ ટેસ્ટમાં તક આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news