ફરી ચાલ્યો રાશિદ ખાનનો જાદૂ, અફઘાનિસ્તાને જીતી ટી-20 શ્રેણી

અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી ટી20 મેચમાં પણ રાશિદ ખાને શાનદાર પ્રદર્શન કર્યું. 

ફરી ચાલ્યો રાશિદ ખાનનો જાદૂ, અફઘાનિસ્તાને જીતી ટી-20 શ્રેણી

દેહરાદૂનઃ એકવાર ફરી સ્પિનર રાશિદ ખાનની શાનદાર બોલિંગનો જાદૂ ચાલ્યો અને અફઘાનિસ્તાને મંગળવારે બીજી ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી અને શ્રેણી પોતાના નામે કરી લીદી. રાશિદે તેની ચાર ઓવરમાં માત્ર 12 રન આપીને 4 વિકેટ ઝડપી. રાશિદના પ્રદર્શનને કારણે અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 વિકેટ પર 134 રન પર રોકી દીધું. પ્રથમ મેચમાં પણ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 45 રને હરાવ્યું હતું. 

જવાબમાં સમીઉલ્લા શેનવારી (40 બોલમાં 49) અને મોહમ્મદ નબી (15 બોલમાં અણનમ 31)ની ઈનિંગની મદદથી અફઘાને 18.5 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો. 

આ પહેલા રાશિદ સિવાય મોહમ્મદ નબીને પણ બે સફળતા મળી. બાંગ્લાદેશ તરફતી ઓપનિંગ બેટ્સમેન તમીમે 48 બોલમાં 43 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરમાં અબુ હૈદરે 21 રન ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. 

બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો પરંતુ મેચની બીજી ઓવરમાં શાપૂર જદરાને લિટ્ટન દાસ (1)ને આઉટ કરીને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ શબ્બીર રહમાન (13), મુશફિકુર રહમાન (22) રન બનાવી આઉટ થયા હતા.

— ICC (@ICC) June 5, 2018

હૈટ્રિક લેવાથી ચૂક્યો રાશિદ ખાન
રાશિદે કેપ્ટન શાકિબ અલ હસન (3) પર આઉટ કર્યો હતો. ત્યારબાદની ઓવરમાં સતત બે બોલ પર તમીમ અને મોસ્સાદેક હુસૈન (0)ને આઉટ કરીને બાંગ્લાદેશને બેકફૂટ પર ધકેલી દીધું હતું. તે હેટ્રિક લેવાનું ચુકી ગયો હતો. રાશિદે પોતાની આગલી ઓવરમાં સૌમ્ય સરકાર (3)ને પણ આઉટ કર્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news