રાહુલ દ્રવિડને બે વર્ષ માટે એનસીએની જવાબદારી, એક જુલાઈથી સંભાળશે કમાન


એનસીએ ક્રિકેટ પ્રમુખ તરીકે દ્રવિડ ક્રિકેટરોની આગામી પેઢીને નિખારશે અને જૂનિયર ક્રિકેટ માટે માળખું તૈયાર કરશે. 


 

રાહુલ દ્રવિડને બે વર્ષ માટે એનસીએની જવાબદારી, એક જુલાઈથી સંભાળશે કમાન

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન અને જૂનિયર કોચ રાહુલ દ્રવિડને સોમવારે બે વર્ષના કરાર પર બેંગલુરૂમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીની જવાબદારી સંભાળશે. એનસીએ ક્રિકેટના પ્રમુખ તરીકે દ્રવિડ ક્રિકેટરોની આગામી પેઢીને નિખારશે અને જૂનિયર ક્રિકેટ માટે માળખું તૈયાર કરશે. 

તે ઉભરતી મહિલા ક્રિકેટરોના પ્રદર્શનનું પણ નિરીક્ષણ કરશે. આ સિવાય એનસીએ તે ક્ષેત્રીય ક્રિકેટ એકેડમીઓમાં કોચિંગ સ્ટાફની નિમણૂંક કરશે. તે ઈજાગ્રસ્ત ક્રિકેટરો માટે એનસીએમાં રિહેબ કાર્યક્રમની જવાબદારી સંભાળશે. 

આ ભૂમિકાનો મતલબ છે કે તે ભારત એ અને અન્ડર-19 ટીમોની સાથે યાત્રા નહીં કરી શકે જેમ તે કરતા હતા. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર પારસ મહામ્બ્રે અને અભય શર્મા જૂનિયર ટીમના સહયોગી સ્ટાફનો ભાગ રહેશે. 

બીસીસીઆઈના એક અધિકારીએ શનિવારે અહીં યોજાયેલી પ્રશાસકોની બેઠક બાદ પીટીઆઈને કહ્યું, 'તે ભારત એ અને અન્ડર-19 ટીમોની સાથે યાત્રા કરશે પરંતુ પૂરા પ્રવાસ માટે નહીં. આ ખૂબ મોટી જવાબદારી છે અને તેતી તેણે જૂનિયર ટીમોની જગ્યાએ એનસીએમાં વધુ સમય પસાર કરવો પડશે.'

તેમણે કહ્યું, 'મહામ્બ્રે અને શર્મા એ અને અન્ડર-19 ટીમોની સાથે યથાવત રહેશે. પરંતુ અમે કોચિંગ સ્ટાફને મજબૂત કરવાનો પ્રયત્ન કરીશું.'

બેઠકમાં બીસીસીઆઈ નૈતિક અધિકારી અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ડીકે જૈનના વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી પર આપેલા આદેશના સંદર્ભમાં હાલના અને પૂર્વ ખેલાડીઓના હિતોના ટકરાવ સંબંધિત મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. 

બીસીસીઆઈએ જૈનના આદેશને લાગૂ કરવો પડશે પરંતુ બોર્ડ તેના પર નિર્ણય લેવામાં ઉતાવળ કરશે નહીં. 

અધિકારીએ કહ્યું, 'અમે આદેશનો અભ્યાસ કરીશું. અમે અમારી કાયદાકીય ટીમનો મત પણ લેશું. આ સમયે તેના પર કહેવું મુશ્કેલ છે કે અમે તેના પર નિર્ણય ક્યારે કરીશું.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news