આઝમ ખાને નામ લીધા વગર જયા પ્રદા માટે ખુબ જ આપત્તિજનક શબ્દો વાપર્યા

આઝમ ખાને જયાપ્રદાનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું અને કેરેક્ટર પર આંગળી ચીંધી. આઝમ ખાને કહ્યું કે "અમે બાળકોને ભણાવી રહ્યાં છીએ. અમે રં***ખાનું નથી ખોલ્યું."

આઝમ ખાને નામ લીધા વગર જયા પ્રદા માટે ખુબ જ આપત્તિજનક શબ્દો વાપર્યા

(મોહમ્મદ આમિરય/રામપુર) નવી દિલ્હી: આઝમ ખાને જયાપ્રદાનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું અને કેરેક્ટર પર આંગળી ચીંધી. આઝમ ખાને કહ્યું કે "અમે બાળકોને ભણાવી રહ્યાં છીએ. અમે રં***ખાનું નથી ખોલ્યું." આઝમ ખાને કહ્યું કે "હું રં*** શબ્દનો ખાસ રીતે ઉપયોગ કરી રહ્યો છું. લોકો જાણે છે કે આ શબ્દ કોને લાગે છે. સમાજમાં આ શબ્દને મોહતરમ માની લેવાશે તો સમાજ પ્રગતિ કેવી રીતે કરશે અને કેવી રીતે માથું ઊચું કરીને ચાલશે. " અહીં તમે જોયું હશે કે અમે આઝમ ખાન દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દોનો સંપૂર્ણ રીતે ઉલ્લેખ કર્યો નથી કારણ કે તેમણે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે શબ્દોને ઝી ન્યૂઝ પોતાના અહેવાલમાં દર્શાવી શકે નહીં, ઝી ન્યૂઝની શબ્દાવલીની ગરિમાને અનુરૂપ નથી. એક રાજનેતા અને લાખો લોકોના પ્રતિનિધિ થઈને આઝમ ખાને જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે ખુબ જ આપત્તિજનક અને ભારતીય સભ્યતાની ગરિમાને ઠેસ પહોંચાડનારા છે. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો

પોતાના નિવેદનમાં આઝમ ખાને વધુમાં કહ્યું છે કે ઠહવે શરીફોની ઈજ્જત આવા લોકો ઉતારશે. આવા લોકો પોતાની જાતને દેવી દેવતા ગણાવશે. આપણા મરેલા માતા પિતા 3 દિવસ સુધી ટેલિવિઝન પર ડિસ્કસ કરશે. જોયુ તમે અંજામ શું થયો. કેટલા પૈસા ખર્ચ થયા. કહેતા હતાં કે જો આઝમ ખાન જીતી ગયો તો નાક નીકળી જશે. અહીં અમે પોતે સાંભળ્યું છે કે આખું ભાજપ હારી જાત પરંતુ આઝમ ખાન ન જીતત. અમે બાળકોને ભણાવીએ છીએ માત્ર એટલે કે અમે એટલા ખરાબ છીએ.

જુઓ LIVE TV

ઝારખંડના મોબ લિંચિંગ મામલે આઝમ ખાને કહ્યું કે છોકરાને માર્યો અને મારનારા લોકો જ એને પોલીસ સ્ટેશન લઈ ગયાં. ત્યાં લઈ જનારા લોકોને એ ન પૂછાયું કે તેઓ કોણ છે. પોલીસે તેમને કશું પૂછ્યું નહીં અને ન તો પેલા છોકરાને મેડિકલ ટ્રિટમેન્ટ આપી. તબરેજને જાણી જોઈને મારવામાં આવ્યો છે. તેને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ પોલીસ કસ્ટડીમાં રખાયો. તે મરી ગયો કારણ કે તેને મારવાનો જ હેતુ હતો. હું સાચું કહું છું કે 302ના આરોપી છૂટી જાય છે અને 307વાળાને સજા મળે છે. કારણ કે ઘાયલ વ્યક્તિ સાક્ષી તો પૂરી શકે છે પરંતુ મરી ગયેલો વ્યક્તિ કેવી રીતે સાક્ષી પૂરી શકે. આથી તબરેજની હત્યા કરી દેવાઈ. તેમાં પોલીસ પણ એટલી જ જવાબદાર છે જેટલા તેને મારનારા લોકો જવાબદાર છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news