ભાષાને લઈને ટિપ્પણી, મિતાલી રાજે આ રીતે ટ્રોલરની કરી બોલતી બંધ

આ પોસ્ટ પર એક યૂઝરે તે કહેતા મિતાલીને ટ્રોલ કરી કે તેને તમિલ આવડતી નથી. યૂઝરે લખ્યું- તેને તમિલ આવડતી નથી. 

ભાષાને લઈને ટિપ્પણી, મિતાલી રાજે આ રીતે ટ્રોલરની કરી બોલતી બંધ

નવી દિલ્હીઃ ભારતીય મહિલા વનડે ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે (mithali raj) હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂરા કર્યાં હતા. આ દરમિયાન ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને વનડે સિરીઝમાં 3-0થી પરાજય આપ્યો હતો. આ ખાસ અવસર પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કેપ્ટન મિતાલી રાજને શુભેચ્છા આપતા ટ્વીટ કર્યું હતું. જેના પર મિતાલીએ પણ સચિનનો આભાર માન્યો હતો. 

આ પોસ્ટ પર એક યૂઝરે તે કહેતા મિતાલીને ટ્રોલ કરી કે તેને તમિલ આવડતી નથી. યૂઝરે લખ્યું- તેને તમિલ આવડતી નથી, તે માત્ર અંગ્રેજી, તેલુગૂ અને હિન્દીમાં વાત કરે છે. આ યૂઝર સિવાય પણ અન્યએ તેને ટ્રોલ કરી હતી. તેના પર ભારતીય મહિલા ટીમની વનડે કેપ્ટને યૂઝરને વળતો જવાબ આપ્યો છે. 

તેણે લખ્યું- તમિલ મારી માતૃભાષા છે, મને તમિલ બોલતા આવડે છે અને મને તમિલનાડુમાં રહેવા પર ગર્વ છે. તેનાથી વધીને મને ભારતીય હોવા પર ગર્વ છે. 

તેણે આગળ લખ્યું- મારા ડિયર સુગૂ દરરોજ મારી દરેક પોસ્ટ પર તમારી ટીકા કરવી મને જણાવે છે કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એટલું જ નહીં ભારતીય મહિલા ક્રિકેટરે ટ્રોલર્સ માટે પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટનું ફેમશ ગીત 'કામ ડાઉન' પણ શેર કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news