પ્રો કબડ્ડી 2019: બે દિવસીય હરાજી પૂર્ણ, જાણો કઈ ટીમે ખરીદ્યા ક્યા ખેલાડી
પ્રો કબડ્ડી લીગની આગામી સિઝન 19 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ માટે મુંબઈમાં 8 અને 9 એપ્રિલે બે દિવસીય ખેલાડીઓની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણો હરાજી પૂર્ણ થયા બાદ તમામ ટીમોની સ્થિતિ.
Trending Photos
મુંબઈઃ પ્રો કબડ્ડી લીગની સાતમી સિઝન માટે આયોજીત કરવામાં આવેલી હરાજીમાં સિદ્ધાર્થ દેસાઈ સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. તેને તેલુગુ ટાઇટન્સે 1 કરોડ 45 લાખ રૂપિયામાં ખરીદ્યો છે અને તે સિવાય નીતિન તોમરને પુનેરી પલ્ટને 1 કરોડ 20 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ગત સિઝનમાં જ્યાં 6 ખેલાડીઓને એક કરોડથી વધુની કિંમતે ખરીદવામાં આવ્યા હતા, તો આ સિઝન માટે માત્ર બે ખેલાડીઓને આટલી રકમથી ખરીદવામાં આવ્યા છે.
આવો નજર કરીએ પીકેએલની સાતમી સિઝન માટે થયેલી હરાજીમાં ખરીદવામાં આવેલા ખેલાડીઓના લિસ્ટ પર..
1. બેંગલુરૂ બુલ્સ
રોહિત કુમાર (રિટેન), પવન કુમાર સેહરાવત (રિટેન), આશીષ કુમાર (રિટેન), અમિત શેઓરન (રિટેન), સુમિત સિંહ (રિટેન), મોહિત સેહરાવત (નવો યુવા ખેલાડી, NYP), બંટી (નવો યુવા ખેલાડી, NYP), મહેન્દ્ર સિંહ (80 લાખ), વિજય કુમાર (1.25 લાખ), સંદીપ (10 લાખ), સંજય શ્રેષ્ઠ (10 લાખ), લાલ મોહર યાદવ (10 લાખ), વિનોદ કુમાર (10 લાખ), રાજૂ લાલ ચૌધરી (10 લાખ) અને અમન (6 લાખ).
2. પટના પાઇરેટ્સ
પ્રદીપ નરવાલ (રિટેન), વિકાસ જગલાન (રિટેન), જવાહર ડાગર (રિટેન), મોહિત (નવો યુવા ખેલાડી, NYP), સુરેન્દ્ર નાડા (77 લાખ), નીરજ (44.75 લાખ), જૈંગ કુન લીગ (40 લાખ), મોહમ્મદ મગ્સુદ્લુ (35 લાખ), જયદીપ (35 લાખ), હાદી ઓશ્તોરક (16 લાખ), રવિન્દર (10 લાખ) અને આશીષ (6 લાખ).
3. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ
સચિન તંવર (રિટેન), સુનીલ કુમાર (રિટેન), રોહિત ગુલિયા (રિટેન), લલિત ચૌધરી (રિટેન), પરવેશ ભૈંરવાલ (75 લાખ), ઋૃતુરાજ કોરાવી (30.5 લાખ), વિનોદ કુમાર (26 લાખ), મોરે જીબી (21.5 લાખ), અમિત ખરાબ (17.25 લાખ), અબુલફઝલ મગ્સુદ્લુ (15.75 લાખ), મોહમ્મદ હુસૈન (10 લાખ), પંકજ (10 લાખ), ગુરવિંદર સિંહ (10 લાખ), સોનૂ (10 લાખ), અભિષેક (8 લાખ) અને સોનૂ ગહલવાત (6 લાખ).
4. પુનેરી પલટન
નીતિન તોમર (1 કરોડ 20 લાખ), મંજીત (63 લાખ), સુરજીત સિંહ (56 લાખ), ગિરીશ એર્નાક (33 લાખ), દર્શન કાદિયાન (20 લાખ), પવન કુમાર (20 લાખ), અમિત કુમાર (12 લાખ), ઇમાદ સેધાગત (11.25 લાખ), જાધવ બાલાસાહેબ શાહજી (10.25 લાખ), સતપાલ (10 લાખ), દીપક યાદવ (10 લાખ) અને હાદી તાજીક (10 લાખ).
5. તમિલ થલાઇવઝ
અજય ઠાકુર (રિટેન), મંજીત છિલ્લર (રિટેન), વિક્ટર (રિટેન), હિમાંશુ (નવો યુવા ખેલાડી, NYP), અભિષેક (નવો યુવા ખેલાડી, NYP), રાહુલ ચૌધરી (94 લાખ), રણ સિંહ (55 લાખ), મોહિત છિલ્લર (45 લાખ), અજીત (32 લાખ), મિતલ શેબૈક (10 લાખ), શબ્બીર બાપૂ (20 લાખ), યશવંત દેશમુખ (10 લાખ) અને વિનીત શર્મા (10 લાખ).
6. યુ મુંબા
ફઝલ અત્રાચલી (રિટેન), રાજગુરૂ (રિટેન), અર્જુન દેશવાલ (રિટેન), સુરેન્દર સિંહ (રિટેન), મોહિત બલયાન (રિટેન), અનિલ (રિટેન), ગૌરવ કુમાર (રિટેન), સંદીપ નરવાલ (89 લાખ), રોહિત બલિયાન (35 લાખ), ડોંગ ગિયોન લી (25 લાખ), અતુલ એમએસ (20 લાખ), અંજ્કિય રોહિદાસ કાપરે (10.25 લાખ), યંગ ચૈંગ કો (10 લાખ), હરેન્દ્ર કુમાર (10 લાખ), અભિષેક સિંહ (10 લાખ), વિનોદ કુમાર (10 લાખ) અને હર્ષવર્ધન (10 લાખ).
7. દબંગ દિલ્હી
મિરાજ શેખ (રિટેન), નવીન કુમાર (રિટેન) અને જોગિંદર નરવાલ (રિટેન), ચંદ્રન રંજીત (70 લાખ), રવિંદર પહલ (61 લાખ), વિજય મલિક (41 લાખ), વિશાલ માને (28.5 લાખ), અનિલ કુમાર (20 લાખ), સઈદ ગફ્ફારી (16.5 લાખ), સોમ્બીર (10 લાખ), પ્રતીક પાટિલ (6 લાખ), સત્યવાન (6 લાખ) અને નીરજ નરવાલ (6 લાખ).
8. બંગાલ વોરિયર્સ
બલદેવ સિંહ (રિટેન), રવિન્દ્ર કુમાવત (રિટેન), આદર્શ ટી (રિટેન), મનિંદર સિંહ (રિટેન), સાહિલ (નવો યુવા ખેલાડી, NYP), મોહમ્મદ ઇસ્માઇલ નબીબખ્શ (77.75 લાખ), જીવા કુમાર (31 લાખ), કે પ્રપંજન (55.5 લાખ), રિંકુ નરવાલ (20 લાખ) સુકેશ હેગડે (20 લાખ), રાકેશ નરવાલ (16.25 લાખ), મોહમ્મદ તાઘી (15.5 લાખ), અવિનાશ (10 લાખ), અમિત સંતોષ (10 લાખ), વિરાજ વિષ્ણુ (10 લાખ), વિજિન (10 લાખ) અને ભુવનેશ્વર ગૌર (10 લાખ).
9. તેલુગુ ટાઇટન્સ
અરમાન (રિટેન), ફરહાદ મિલાગર્ધન (રિટેન), ક્રુષ્ણા મદને (રિટેન), મનીષ (નવો યુવા ખેલાડી, NYP), આકાશ ચૌધરી (નવો યુવા ખેલાડી, NYP), સિદ્ધાર્થ દેસાઈ (1 કરોડ 45 લાખ), અબોઝાર મિઘાની (75 લાખ), વિશાલ ભારદ્વાજ (60 લાખ), ડુએટ જેનિંગ્સ (10 લાખ), સુરજ દેસાઈ (10 લાખ), સી અરૂણ (10 લાખ), અમિત કુમાર (10 લાખ), રાકેશ ગૌડા (6 લાખ) અને ગણેશ રેડ્ડી (6 લાખ).
10. યૂપી યોદ્ધા
અમિત (રિટેન), નિતેશ કુમાર (રિટેન), અકરમ શેખ (રિટેન), આશીષ નાગર (રિટેન), આઝાદ સિંહ (રિટેન) ઔર (રિટેન), મોનૂ ગોયત (93 લાખ), શ્રીકાંત જાધવ (68 લાખ), રિશાંક દેવાડિગા (61 લાખ), મસૂદ કરીબ (10 લાખ), મોહસેન મધસૂદ્લુ (21 લાખ), નરેન્દર (20 લાખ), સુરેન્દર સિંહ (10 લાખ), ગુલવીર સિંહ (10 લાખ), ગુરદીપ (10 લાખ) અને અંકુશ (10.25 લાખ).
11. હરિયાણા સ્ટીલર્સ
કુલદીપ સિંહ (રિટેન), વિકાસ કંડોલા (રિટેન), વિનય (નવો યુવા ખેલાડી, NYP), પ્રશાંત કુમાર રાય (77 લાખ), ધર્મરાજ ચેરાલાથન (38.5 લાખ), વિકાસ કાલે (34.25 લાખ), નવીન (33.5 લાખ), રવિ કુમાર (20 લાખ), કે સેલ્વામણિ (16.5 લાખ), આમિર મોહમ્મદ મલેકી (12.5 લાખ), ટિમ ફોનચૂ (10 લાખ) અને સુભાષ નરવાલ (6 લાખ).
12. જયપુર પિંક પેન્થર્સ
દીપક નિવાસ હુડ્ડા (રિટેન), લોકેશ કૌશિક (રિટેન), અંજ્કિય પવાર (રિટેન), સંદીપ ઢુલ (રિટેન), પવન ટીઆર (નવો યુવા ખેલાડી, NYP), સચિન નરવાલ (નવો યુવા ખેલાડી, NYP), સુશીલ ગુલિયા (નવો યુવા ખેલાડી, NYP), અમિત હુડ્ડા (53 લાખ), દીપક નરવાલ (30.5 લાખ), નિલેશ સાલુંખે (23.5 લાખ), વિશાલ લેથર (20.25 લાખ), સુનીલ સિદ્ધાગવલી (20 લાખ), ડોંગ કિમ (10 લાખ), મિલિંદા ચતરુંગા (10 લાખ), કર્મવીર (6 લાખ) અને ગુમન સિંહ (6 લાખ).
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે