Pro Kabaddi 2019: 7મી સિઝનની હરાજીમાં કરોડપતિ બન્યા નીતિન તોમર અને સિદ્ધાર્થ દેસાઈ

પ્રો-કબડ્ડાની આગામી સિઝન માટે આજે મુંબઈમાં બે દિવસીય હરાજીનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે સિદ્ધાર્થ દેસાઈ હરાજીના ઈતિહાસમાં બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને તેલુગુ ટાઇટન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 

 Pro Kabaddi 2019: 7મી સિઝનની હરાજીમાં કરોડપતિ બન્યા નીતિન તોમર અને સિદ્ધાર્થ દેસાઈ

મુંબઈઃ પ્રો-કબડ્ડી લીગની સિઝન-7 માટે મુંબઈમાં બે દિવસીય હરાજીનો આજથી પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે સિદ્ધાર્થ દેસાઈ સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેલુગુ ટાઇટન્સે તેને 1 કરોડ 45 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ સાથે તે પ્રો-કબડ્ડી લીગના ઈતિહાસમાં બીજો સૌથી મોઘોં ખેલાડી બની ગયો છે. આ પહેલા મોનુ ગોયતને ગત સિઝનમાં 1.51 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.  તો નીતિન તોમરને પૂનેરી પલ્ટને 1.2 કરોડમાં ખરીદ્યો હતો.  ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે ડિફેન્ડર પરવેઝ ભૈંસવાલને 75 લાખ રૂપિયામાં એફબીએમ કાર્ડનો ઉપયોગ કરીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 

મહત્વના ભારતીય ખેલાડીઓની હરાજી પર એક નજર
- સિદ્ધાર્થ દેસાઈ - 1.45 કરોડ તેલુગુ ટાઇટન્સ
-નીતિન તોમરને પૂનેરી પલ્ટને 1.2 કરોડમાં ખરીદ્યો.
- રાહુલ ચૌધરીને તમિલ થલાયવસે 94 લાખમાં ખરીદ્યો. 
- રણ સિંહને તમિલ થલાયવસે 55 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 
- યૂ-મુંબાએ સંદીપ નરવાલને 89 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 
- સુરેન્દર નાડાને 77 લાખમાં પટનાએ પોતાની ટીમમાં સામેલ કર્યો. 
- 80 લાખ રૂપિયામાં બેંગલુરૂ બુલ્સે ડિફેન્ડર મહેન્દ્ર સિંહને FBMથી ખરીદ્યો.
- રાઇટ કોર્નર ડિફેન્ડર અમિત હુડ્ડાને જયપુર પિંક પેન્થર્સે 53 લાખમાં ખરીદ્યો.
- દબંગ દિલ્હીએ 70 લાખમાં રેડર ચંદ્રન રંજીતને રિટેન કર્યો.
- મોનુ ગોયતને 3 લાખ રૂપિયામાં યૂપી યોદ્ધાએ પોતાની ટીમમાં સામેલ કર્યો.
- હરિયાણા સ્ટીલર્સે રેડર પ્રશાંત કુમારને 77 લાખમાં ખરીદ્યો.
- શ્રીકાંત જાધવને 68 લાખમાં યૂપી યોદ્ધાએ રિટેન કર્યો.
- વિજય મલિકને 41 લાખમાં દબંગ દિલ્હીએ ખરીદ્યો.
- રિંકૂ નરવાલને 20 લાખમાં બંગાળે પોતાની ટીમમાં સામેલ કર્યો.
- રોહિત બાલિયાનને યૂ મુંબાઈએ 35 લાખમાં FBMનો ઉપયોગ કરીને ખરીદ્યો. 
- પવન કુમારને પુનેરી પલ્ટને 20 લાખમાં ખરીદ્યો. 

આ સિઝનમાં સૌથી મોંઘો વેંચાનારા ટોપ-5 વિદેશી ખેલાડી
- મોહમ્મદ નબીબખ્શ - બંગાલ વોરિયર્સે 77.75 લાખ રૂપિયામાં ખરીદ્યો. 
- અબોઝર મિઘાની - તેલુગુ ટાઇટન્સે 75 લાખ રૂપિયામાં રિટેન કર્યો.
- જંગ કુન લી - પટના પાયરેટ્સે 40 લાખ રૂપિયામાં ખરીદ્યો. 
- મોહમ્મદ મઘસૌદલો- પટના પાયરેટ્સે 35 લાખ રૂપિયામાં ખરીદ્યો. 
- ડોંગ જિયોન લી - યૂ મુમ્બાએ 25 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news