વાણીવિલાસ કરનાર ફારુક અને મહેબુબાને રાજનાથનો સણસણતો જવાબ
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જો કોઇ જમ્મુ કાશ્મીર માટે અલગ વડાપ્રધાન અંગે વાત કરે છે તો અમારી પાસે અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35એને હટાવવા સિવાય કોઇ જ વિકલ્પ નહી રહે
Trending Photos
સુચેતગઢ : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે સોમવારે કહ્યું કે, જો કોઇ જમ્મુ કાશ્મીર માટે અળગ વડાપ્રધાનની વાત કરે છે તો સરકાર પાસે વિશેષ રાજ્યનાં દરજ્જા સંબંધિત સંવિધાનનાં અનુચ્છેદ 370 અને 35એને હટાવવા સિવાય કોઇ જ વિકલ્પ નહી બચે. સિંહે રેલી સંબોધિત કરતા કહ્યું કે, કોંગ્રેસે આ અંગે સ્પષ્ટીકરણ આપવું જોઇએ. તેઓ આવી માંગણીઓને સમર્થન આપે છે કે નહી. તેમણે કહ્યું કે, જો કોઇ જમ્મુ કાશ્મીર માટે અલગ વડાપ્રધાન અંગે વાત કરે છે તો અમારી પાસે અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 370 અને 35એ ને હટાવવા સિવાય કોઇ વિકલ્પ નહી બચે.
આશકે એક અઠવાડીયા પહેલા નેશનલ કોન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, તેમની પાર્ટી જમ્મુ કાશ્મીરની સ્વાયત્તા બહાલ કરવા માટે આકરી મહેનત કરશે જેમાં એક સદર એ રિયાસત (રાષ્ટ્રપતિ) તથા વઝીર એ આઝમ (વડાપ્રધાન)નો હોવાનો પણ સમાવેશ થાય છે. નેશનલ કોન્ફરન્સનાં અધ્યક્ષ ફારુક અબદુલ્લાએ સોમવારે કહ્યું કે, સંવિધાનના અનુચ્છેદ 370 ને રદ્દ કરવાથી જમ્મુ કાશ્મીરની જનતા માટે આઝાદીનો રસ્તો વધારે સ્પષ્ટ થઇ જશે અને ભાજપનાં હૃદને જોડવાનાં પ્રયાસો કરવા જોઇએ. ના તેને તોડવાની અબ્દુલ્લાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપે સોમવારે લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરામાં અનુચ્છેદ 370 સમાપ્ત કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
અનુચ્છેદ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો પ્રદાન કરે છે. ભાજપે સંવિધાનના અનુચ્છેદ 35એને પણ સમાપ્ત કરવાનો સંકલ્પ લીધો છે. જે જમ્મુ કાશ્મીરનાં બહારનાં લોકોને રાજ્યમાં સંપત્તી ખરીદતા અટકાવે છે. શ્રીનગર લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલ અબ્દુલ્લાએ અહીં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, તેઓ અનુચ્છેદ 370 રદ્દ કરવાની વાત કરે છે. હું જોઉ છું કે કોણ 370 હટાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે