પંકજ અડવાણીએ જીત્યો એશિયન સ્નૂકર ટૂરનું ટાઇટલ

પંકજ અડવાણીએ જીત્યો એશિયન સ્નૂકર ટૂરનું ટાઇટલ

નવી દિલ્હીઃ 19 વખતના વિશ્વ ચેમ્પિયન પંકજ અડવાણીએ આગામી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પોતાની દાવેદારી મજબૂત કરતા બુધવારે ચીનના જિનાનમાં એશિયા સ્નૂકર ટૂરના બીજા ચરણનું ટાઇટલ જીતી લીધું છે. અડવાણીએ શાનદાર પ્રદર્શન કરતા ચીનના જૂ રેટીને ફાઇનલમાં 6-1થી પરાજય આપ્યો હતો. તેણે 48-35, 67-23, 24-69, 63-33, 100-0, 47-19, 94-0થી વિજય મેળવ્યો હતો. તે એશિયન સ્નૂકર ટૂર સ્પર્ધા જીતનાર પ્રથમ ભારતીય છે. 

આઈબીએસએફ વિશ્વ બિલિયર્ડ્સ તથા સ્નૂકર ચેમ્પિયનશિપમાં હવે 15 દિવસ કરતા ઓછો સમય બાકી છે અને ભારતનો આ સ્ટાર ક્યૂ ખેલાડી આ બંન્ને ગેમ્સમાં પૂર્વ વિજેતા છે. પુણેના 33 વર્ષીય અડવાણીને જ્યારે બિલિયર્ડ્સ માટે તૈયારી કરવી પડશે કારણ કે પ્રતિષ્ઠિત વિશ્વ ચેમ્પિયનશિપનું આયોજન મ્યામાંમાં 12થી 17 નવેમ્બર સુધી થવાનું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news