World Cup 2019: પાકે અપનાવી ઓસ્ટ્રેલિયાની સ્ટાઇલ, મેચના એક દિવસ પહેલા કરશે આ જાહેરાત

વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના બીજા મુકાબલામાં પાકિસ્તાનનો મુકાબલો વેસ્ટઈન્ડિઝ સામે નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજમાં રમાશે. 
 

World Cup 2019: પાકે અપનાવી ઓસ્ટ્રેલિયાની સ્ટાઇલ, મેચના એક દિવસ પહેલા કરશે આ જાહેરાત

નોટિંઘમઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019 (ICC World Cup 2019) ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેચથી એક દિવસ પહેલા પાકિસ્તાન પોતાની 12 સભ્યોની ટીમની જાહેરાત કરશે. પાકિસ્તાની સમયાનુસાર શુક્રવારે બપોરે 2.30 કલાકે વિશ્વકપની બીજી મેચ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજમાં રમાશે. 

વિગતો અનુસાર, 12 સભ્યોની ટીમમાં હૈરિસ સોહેલ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ હસનૈન સામેલ હશે નહીં. શોએબ મલિક કે આસિફ અલીને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે. આમિરને છોડી દેવામાં આવશે કારણ કે તે સંપૂર્ણ પણે ફિટ નથી. 

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ડાબા હાથના ફાસ્ટ બોલરે કોચ મિકી આર્થરને પોતાની ફિટનેસના મુદ્દે જાણ કરી છે, જેના કારણે તે આગામી મહત્વપૂર્ણ મેચો માટે તૈયાર થતાં પહેલા વધુ આરામ ઈચ્છે છે. 

તમને જણાવી દઈએ કે વનડે સિરીઝ દરમિયાન પાકિસ્તાને ચોથી વનડે આ મેદાન પર રમી અને 340/7 રન બનાવ્યા, પરંતુ ત્રણ વિકેટથી મેચ હારી ગયું હતું. 

12 સભ્યોની સંભવિત ટીમ
સરફરાઝ અહમદ (કેપ્ટન)
ઇમામ ઉલ હક
ફખર જમાન
બાબર આઝમ
મોહમ્મદ હાફીઝ
શોએબ મલિક
ઇમાદ વસીમ
શાદાબ ખાન
હસન અલી
વહાબ રિયાઝ
શાહીન શાહ આફ્રિદી
આસિફ અલી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news