તમારૂ ખાતું ખાલી કરી દેશે Whatsapp પર આવેલું લગ્નનું કાર્ડ, ભૂલમાં પણ ન કરો ક્લિક, પોલીસે આપી ચેતવણી

Whatsappp Cyber Fraud: લગ્નની સિઝનમાં સાયબર ઠગ લોકોના ખાતામાં વોટ્સએપ પર લગ્નના કાર્ડ મોકલીને પૈસા ઉડાવી રહ્યા છે. જાણો શું છે આ નવું કૌભાંડ.
 

તમારૂ ખાતું ખાલી કરી દેશે Whatsapp પર આવેલું લગ્નનું કાર્ડ, ભૂલમાં પણ ન કરો ક્લિક, પોલીસે આપી ચેતવણી

Whatsappp Cyber Fraud: વોટ્સએપ જેવી એપ્લીકેશને એક તરણ આપણું જીવન સરળ બનાવી દીધું છે. તો હવે આ એપ સાયબર ફ્રોડનું માધ્યમ પણ બની ગઈ છે. ક્યારેક રિવોર્ડ પોઈન્ટ તો ક્યારેક વર્ક ફ્રોમ હોમ જેવા મેસેજ, આ બધા તમારી પ્રાઇવેસી અને બેંક ખાતા પર નજર રાખી રહ્યાં છે. લગ્નની સિઝનમાં હવે સાયબર ઠગ લગ્નનું કાર્ડ મોકલી લોકોના ખાતા ખાલી કરી રહ્યાં છે. પોલીસે પણ સતત આવી ઘટના બાદ લોકોને સાવચેત કર્યાં છે. જાણો કઈ રીતે વોટ્સએપ પર લગ્નનું કાર્ડ મોકલી છેતરપિંડી થઈ રહી છે.

Whatsappp Cyber Fraud: લગ્નના કાર્ડમાં નકલી APK ફાઇલ, હોય છે મેલવેયર
લગ્નની સીઝનમાં આજકાલ વોટ્સએપ પર લગ્નની કંકોત્રી મોકલવામાં આવે છે. આ કાર્ડમાં નકલી APK ફાઇલ હોય છે, જેમાં મેલવેયર હોય છે. આ ફાઇલ ડાઉનલોડ કરવાથી હેકર્સ તમારો પર્સનલ ડેટા ચોરી કરે છે. સાથે તમારા ફોનથી મેસેજ પણ મોકલી શકે છે. હકીકતમાં જ્યારે તમે આ ફાઇલ ડાઉનલોડ કરો છો તો તમારા સ્માર્ટફોન પર એપ ઈન્સ્ટોલ થઈ જાય છે. તેનાથી હેકર્સના હાથમાં તમારા ફોનનું એક્સેસ હોય છે. ત્યારબાદ પર્સનલ ડેટા જેમ કે કોન્ટેક્ટ લિસ્ટ, બેંક ડીટેલ્સ જેવી સંવેદનશીલ જાણકારી મળી જાય છે. 

Whatsappp Cyber Fraud: વેરિફાઇ કર્યા વગર ન કરો ડાઉનલોડ
સાયબર પોલીસ પ્રમાણે જો અજાણ્યા નંબર પરથી આવું લગ્નનું કાર્ડ કે બીજી ફાઇલ મળે છે તો વેરિફાઇ કર્યા વગર તેને ડાઉનલોડ ન કરો. તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં આવા કેસ સામે આવ્યા છે. વોટ્સએપ પર કાર્ડની ફાઇલ્સ પર તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડની જાણકારી પણ સ્કેમર્સ પાસે પહોંચી શકે છે. પોલીસે કહ્યું કે ફોન પર કોઈપણ ઓટીપી બીજાને આપો નહીં. આ સિવાય ડેબિડ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવી પર્સનલ ડિટેલ શેર ન કરો.

Whatsappp Cyber Fraud: શંકાસ્પદ લિંકની અહીં કરો ફરિયાદ
સાયબર દોસ્ત પ્રમાણે જો તમારા નંબર પર કોઈ મેસેજ કે લિંક શંકાસ્પદ લાગે તો સૌથી પહેલા http://cybercrime.gov.in વેબસાઇટ ઓપન કરો. Report and Check Suspect'પર ક્લિક કરો. ફોર્મમાં જાણકારી ભરો અને સબમિટ કરો. છેતરપિંડી થવા પર સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો. આ સિવાય રાષ્ટ્રીય ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news