ઓસ્ટ્રેલિયા સામે વનડે, ટી20 સિરીઝ માટે પાકિસ્તાન ટીમ જાહેર, આ ખેલાડીને મળી તક

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે ત્રણ વનડે અને એક ટી20 મેચ રમાવાની છે. આ માટે પીસીબીએ ટીમની જાહેરાત કરી છે. 

ઓસ્ટ્રેલિયા સામે વનડે, ટી20 સિરીઝ માટે પાકિસ્તાન ટીમ જાહેર, આ ખેલાડીને મળી તક

નવી દિલ્હીઃ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી ત્રણ વનડે અને એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીય માટે ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી સફેદ બોલની સિરીઝ માટે આસિફ અફરીદી અને મોહમ્મદ હારિસની અનકેપ્ડ જોડીને ટીમમાં સામેલ કરવામાં આવી છે. 

ડાબા હાથના સ્પિનર આસિફે હાલમાં સમાપ્ત થયેલી પાકિસ્તાન સુપર લીગમાં મુલ્તાન સુલ્તાન માટે પાંચ મેચમાં 8 વિકેટ ઝડપી હતી. 20 વર્ષીય વિકેટકીપર-બેટર હારિસે 186.5ની અવિશ્વસનીય સ્ટ્રાઇક રેટથી પાંચ મેચોમાં 166 રન બનાવી બધાનું ધ્યાન ખેંચ્યુ હતું. 

વનડે ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, અબ્દુલ્લા શફીક, આસિફ અફરીદી, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હારિસ રઉફ, હસન અલી, ઇફ્તિખાર અહમદ, ઇમામ-ઉલ હક, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, સઉદ શકીલ, શાહીન શાહ અફરીદી, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર. 

ટી20 ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, અબ્દુલ્લા શફીક, આસિફ અફરીદી, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હારિસ રઉફ, હસન અલી, ઇફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, શાહીન શાહ અફરીદી, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news