VIDEO: પાકિસ્તાન કાશ્મીરને સંભાળી શકે તેમ નથીઃ શાહિદ આફ્રિદી
પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદીએ કહ્યું કે, પાકિસ્તાન પોતાના ચાર રાજ્યોને સંભાળી શકતું નથી. તેથી તેણે કાશ્મીર પર પોતાની જીદ છોડી દેવી જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ વિસ્ફોટક બેટિંગ અને વિવાદિત નિવેદનો માટે જાણીતા શાહિદ અફરીદીએ હવે કાશ્મીર પર એવું નિવેદન આપ્યું છે, જે પાકિસ્તાનીઓને પસંદ આવ્યું નથી. તેણે કહ્યું કે, પાકિસ્તાને કાશ્મીર પર પોતાની દાવેદારી છોડી દેવી જોઈએ. તેની જગ્યાએ આપણા ચાર રાજ્યો પર ધ્યાન આરવું જોઈએ.
પાકિસ્તાનમાં ક્રિકેટરો હંમેશા સ્ટાર રહ્યાં છે. હાલના વડાપ્રધાન ઇમરાન ખાન પણ પૂર્વ ક્રિકેટર રહી ચુક્યા છે. તેવામાં શાહિદ અફરીદીએ પોતાના પૂર્વ કેપ્ટન અને વડાપ્રધાનને કાશ્મીર પર મહત્વની સલાહ આપી છે. તેણે લંડમાં પ્રેસ મીટમાં કહ્યું, પાકિસ્તાનને કાશ્મીરની જરૂર નથી. તે પોતાના ચાર રાજ્યોને સંભાળી શકતું નથી. તેથી કાશ્મીરને આઝાદ દેશ બનવા દો.
મહત્વનું છે કે, આ પહેલા પણ શાહિદ અફરીદી કાશ્મીરને લઈને વિવાદિત નિવેદન આપી ચુક્યો છે. તેણે કહ્યું હતું કે, કાશ્મીરમાં લોકોને કારણ વગર મારવામાં આવી રહ્યાં છે અને તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.
“It hurts to see the sufferings of Kashmiris, For the sake of #Humanity #India and #Pakistan should leave #Kashmir and let the Kashmiris decide their future, we are already struggling to manage four provinces” says @SAfridiOfficial speaking to the students at British Parliament. pic.twitter.com/MKaSGYBJWe
— Farid Qureshi (@faridque) November 13, 2018
સોશિયલ મીડિયા પર આ કાશ્મીર અને ભારત વિરુદ્ધ ટ્વીટ કર્યા બાદ શાહિદ અફરીદીને ટ્રોલ કરવામાં આવ્યો, ત્યારબાદ તેણે સફાઇ આપતા વધુ એક ટ્વીટ કર્યું હતું. મહત્વનું છે કે, આ પહેલા અફરીદીએ કહ્યું હતું કે, પાકિસ્તાન સુપર લીગ ટી-20 સ્પર્ધામાં રમવા માટે ભારતીય ખેલાડીઓને આમંત્રણ આપવું જોઈએ. અફરીદીએ તે વાત પર ભાર આપ્યો કે, પીએસએલમાં વધારે વિદેશી ખેલાડીઓ બોલાવવાથી દ્વિપક્ષીય શ્રેણીના પાકિસ્તાનમાં આયોજનને પ્રોત્સાહન મળશે.
મહત્વનું છે કે, ભારતે 2008થી પાકિસ્તાન વિરુદ્ધ દ્વિપક્ષક્ષીય શ્રેણી રમી નથી. થોડા દિવસ પહેલા જ અફરીદીએ ભારતના કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરતા તેને પોતાનો મિત્ર ગણાવ્યો હતો. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને કહ્યું હતું કે, હું જાણું છું કે ક્રિકેટર તરીકે બે લોકો વચ્ચે સંબંધોથી અમે તે ઉદાહરણ નક્કી કરી શકીએ કે દેશો વચ્ચે કેવા સંબંધો હોવા જોઈે. મને લાગે છે કે, પાકિસ્તાન બાદ તેને ભારત અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ પ્રેમ અને સન્માન મળ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે