'Hotel માંથી એક પગલું બહાર નિકળતાં જ થશે હુમલો', આ 5 દેશોએ NZ ટીમને આપી હતી ચેતવણી
મેચ શરૂ થતાં પહેલાં 5 દેશોની સુરક્ષા એજન્સીઓએ હુમલાની જાણકારી આપી હતી. તેમાં ન્યૂઝીલેંડ, કેનેડા, યૂએસએ, યૂકે અને ઓસ્ટ્રેલિયાનું નામ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ (New Zealand) ક્રિકેટ ટીમે રાવલપિંડીમાં પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ વનડે શરૂ થતાં પહેલાં જ પોતાનો પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો છે. મેચ શરૂ થવાના બરોબર 5 મિનિટ પહેલાં આ નિર્ણય લીધો, ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને આકરો ઝટકો લાગ્યો. સુરક્ષાના કારણોના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો. આ એ જ સમાચાર પર મોટો ખુલાસો થયો છે.
ન્યૂઝીલેન્ડ ટીમને મળી હતી હુમલાની જાણકારી
મેચ શરૂ થતાં પહેલાં 5 દેશોની સુરક્ષા એજન્સીઓએ હુમલાની જાણકારી આપી હતી. તેમાં ન્યૂઝીલેંડ, કેનેડા, યૂએસએ, યૂકે અને ઓસ્ટ્રેલિયાનું નામ સામેલ છે. આ એજન્સીઓએ જણાવ્યું હતું કે આ સીરીઝને લઇને કેટલીક ધમકી મળી હતી. ત્યારબાદ બંને દેશોની સરકાર પરસ્પર સહમતિથી તેને કેન્સલ કરી દેવામાં આવી.
NZ Herald માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર મેચ શરૂ થતાં જ પહેલાં મેચ ન્યૂઝીલેન્ડ (New Zealand) ના પ્રધાનમંત્રી જેસિંડાની પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ન અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન વચ્ચે એક લાંબી વાત ચાલી ત્યારબાદ આ વન ડે અને ટી-20 પ્રવાસને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ન્યૂઝીલેન્ડની પ્રધાનમંત્રીનું એ કહેવું હતું કે તેમની તમામ સુરક્ષા એજન્સીએ આગાહ કર્યા હતા કે જો કીવી ટીમ હોટલમાંથી એક પણ પગલું બહાર મુકેશ તો તેના પર હુમલો થઇ શકે છે.
પાકિસ્તાને તેને જણાવ્યું હતું એક આંતરરાષ્ટ્રીય કાવતરું!
ઇસ્લામાબાદમાં એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતાં અહમદે કહ્યું તે કાવતરાખોરોનું નામ લેશે નહી. જોકે, તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં જે થઇ રહ્યું છે, ત્યારબાદ કેટલીક તાકાતો પાકિસ્તાનને બલિનો બકરો બનાવવા માંગે છે. જિયો ટીવીના રિપોર્ટ અનુસાર, કિવી ટીમ દ્વારા પાકિસ્તાન પ્રવાસ રદ કર્યાના થોડા કલાકો બાદ અહમદે કહ્યું, ન્યૂઝીલેન્ડના અધિકારીઓ પાસે પાકિસ્તાનમાં ખતરાના નક્કર પુરાવા નથી.
ન્યૂઝીલેન્ડનો એકતરફી નિર્ણય: અહમદ
અહમદે કહ્યું કે મહેમાન ટીમ માટે દેશમાં આકરી સુરક્ષાની વ્યવસ્થા છતાં ન્યૂઝીલેન્ડ (New Zealand) એ પાકિસ્તાન પ્રવાસ રદ કરવનો નિર્ણય કર્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના એક નિવેદનમાં કહ્યું કે ન્યૂઝીલેન્ડ ક્રિકેટે સુરક્ષા એલર્ટનો હવાલો આપતાં પાકિસ્તાનના પ્રવાસને રદ કરવાનો નિર્ણય કર્યો છે. પીસીબીએ કહ્યું, આજે ન્યૂઝીલેન્ડ ક્રિકેટએ અમને સૂચિત કર્યું કે તેમને સુરક્ષા એલર્ટ માટે સતર્ક કરી દેવામાં આવ્યા છે. જેના લીધે તેમણે એકતરફી સીરીઝને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે