PAK vs AUS: જે વિરાટ કોહલી અને ધોની ન કરી શક્યા, 27 વર્ષના બાબર આઝમે મેળવી તે સિદ્ધિ

Babar Azam Century: પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કરાચી ટેસ્ટની બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી છે. બાબરની આ ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી સદી છે. આ સાથે બાબરે એક કારનામુ કર્યુ છે, જે ધોની અને કોહલી કરી શક્યા નથી. 
 

PAK vs AUS: જે વિરાટ કોહલી અને ધોની ન કરી શક્યા, 27 વર્ષના બાબર આઝમે મેળવી તે સિદ્ધિ

કરાચીઃ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ કરાચીમાં રમાઈ રહી છે. તેમાં પાકિસ્તાનને ચોથી ઈનિંગમાં જીત માટે 506 રનનો લક્ષ્ય મળ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી આટલો મોટો લક્ષ્ય ક્યારેય હાસિલ થયો નથી. પરંતુ પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમની સદીથી લક્ષ્ય તરફ આગળ વધી રહ્યુ છે. મેચના ચોથા દિવસે સ્ટમ્પ સુધી પાકિસ્તાને 2 વિકેટે 192 રન બનાવી લીધા છે. કેપ્ટન બાબર આઝમ 102 રન બનાવી અણનમ છે. 

બાબર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનના રૂપમાં સદી ફટકારનાર પાકિસ્તાનનો પ્રથમ અને દુનિયાનો ત્રીજો કેપ્ટન છે. એમએસ ધોની અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ પણ આ કરી શક્યા નથી. બાબર પહેલાં દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને શ્રીલંકાનો કેપ્ટન તિલકરત્ને દિલશાન આ કરી ચુક્યા છે. 27 વર્ષના બાબરે ટેસ્ટ મેચમાં બે વર્ષ બાદ સદી ફટકારી છે. આ ટેસ્ટમાં તેની છઠ્ઠી સદી છે. 

ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે બાબરની સાથે અબ્દુલ્લાહ શફીક 71 રન બનાવી રમી રહ્યો છે. આ પહેલાં પાકિસ્તાનની શરૂઆત સારી રહી નહીં. પ્રથમ ટેસ્ટની બંને ઈનિંગમાં સદી ફટકારનાર ઇમામ ઉલ હલ (1) નાથન લાયનનો શિકાર બન્યો હતો. અઝહર અલી માત્ર છ રન બનાવી આઉટ થયો હતો. બાબર અને શફીક વચ્ચે ત્રીજી વિકેટ માટે 171 રનની ભાગીદારી થઈ છે. 

ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં બે વિકેટ 97 રન બનાવી ઈનિંગ ડિકલેર કરી હતી. મેચના ચોથા દિવસે માર્નસ લાબુશેન આઉટ થયા બાદ કાંગારૂએ પોતાની ઈનિંગ ડિકલેર કરી હતી. મેચના અંતિમ દિવસે પાકિસ્તાનને જીત માટે 314 રનની જરૂર છે. તો ઓસ્ટ્રેલિયાને 8 વિકેટની જરૂર છે. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 556 રન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાન 148 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news