જન્મદિવસ પર છેત્રીને મળી ભેટ, AFCએ જાહેર કર્યો 'એશિયન આઈકોન'
સુનીલ છેત્રીએ વર્ષ 2007, 2009 અને 2012ના નેહરૂ કપ અને 2011માં એસએએફએફ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ફુટબોલ કેપ્ટન સુનીલ છેત્રીને આજે તેમના 34માં જન્મદિવસ પર એશિયાઈ ફુટબોલ ફેડરેશન (AFC)એ 'એશિયાઇ આઇકોન' તરીકે નામાંકિત કર્યો અને ગોલ કરવાના મામલામાં પોતાની પેઢીના મહાનતમ ખેલાડીઓની બરોબરી કરવા માટે તેની ખુબ પ્રશંકા કરી.
છેત્રી અત્યારે એશિયાઇ ખેલાડીઓમાં સર્વાધિક ગોલ કરનાર ખેલાડી છે. તેણે 104 મેચમાં 64 ગોલ કર્યા છે તથા વિશ્વભરમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી બાદ ત્રીજા નંબર પર છે.
એએફસીએ તેના જીવન અને કેરિયર વિશે પોતાના સત્તાવાર પેજ પર જાણકારી આપીને તેનો જન્મદિવસ યાદગાર બનાવ્યો છે. એએફસીએ લખ્યું છે, લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના યુગમાં વિશ્વના ત્રીજા સર્વાધિક ગોલ કરનાર આંતરરાષ્ટ્રીય ફુટબોલર હોવું તે નાની સિદ્ધિ નથી.
એએફસીએ લખ્યું, એક એશિયાઈ ખેલાડી માટે પોતાની રાષ્ટ્રીય ટીમ તરફથી મેસીના 65 ગોલથી એક ગોલ પાછળ હોવુ અમારા 'એશિયાઇ આઇકોન' યાદીમાં સામેલ નવા નામિતનો રેકોર્ડ છે જેના પર આપણે ગર્વ હોવો જોઈએ.
તેમાં લખવામાં આવ્યું કે, આજે તે 34 વર્ષના થઈ ગયા અને અમે ભારત તરફતી સર્વાધિક મેચ રમનાર અને સર્વાધિક ગોલ કરનાર સ્કોરર સુનીલ છેત્રીના કેરિયરનો જશ્ન મનાવી રહ્યાં છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે