World Cup 2019: વર્લ્ડ કપમાં આ રેટ્રો લુકમાં જોવા મળશે ઓસ્ટ્રેલિયા

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ પોતાની રમત સામાન પ્રાયોજક કંપની એસિસની સાથે કરાર કરી મંગળવારે આગામી વિશ્વ કપ માટે ટીમની જર્સી લોન્ચ કરી હતી.

World Cup 2019: વર્લ્ડ કપમાં આ રેટ્રો લુકમાં જોવા મળશે ઓસ્ટ્રેલિયા

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજીત થનારા આઈસીસી વનડે વિશ્વ કપ (ICC World Cup)માં રેટ્રો લુકમાં જોવા મળશે, જ્યાં ખેલાડી વર્ષ 1999ની ટીમની યાદો તાજી કરાવશે. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ પોતાની રમત સામાન પ્રાયોજક કંપની એસિસની સાથે કરાર કરી મંગળવારે આગામી વિશ્વ કપ માટે ટીમની જર્સી લોન્ચ કરી હતી. ખેલાડીઓની જર્સી પીળા કલરની છે, જેમાં કોલર આછા લીલા રંગના છે, જ્યારે પેન્ટ પર પણ લીલા કલરની પટ્ટી છે. 

30 મેથી શરૂ થનારા આઈસીસી વિશ્વ કપમાં હકીકતમાં ઓસ્ટ્રેલિયાની ટીમ આ વખતે નવાની જગ્યાએ જૂના લુકમાં જોવા મળશે, જ્યાં તે વર્ષ 1999ની ટીમના લુકનું પુનરાવર્તન કરશે. ટીમની આ કિટને પ્રશંસકોએ વોટ આપીને પસંદ કરી છે. ખેલાડીઓ માટે કુલ 7 પ્રકારની જર્સીમાંથી પ્રશંસકોએ આશરે 20 વર્ષ જૂની જસ્રીને પોતાની હાલની ટીમ માટે પસંદ કરી છે. 

— cricket.com.au (@cricketcomau) April 9, 2019

ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પોતાના અભિયાનની શરૂઆત વિશ્વ કપમાં બ્રિસ્ટલમાં એક જૂને અફગાનિસ્તાન વિરુદ્ધ કરશે. ભારત અને પાકિસ્તાન વિરુદ્ધ તેના ઘરમાં વનડે સિરીઝ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે. ભારતની જમીન પર ઓસ્ટ્રેલિયાએ 3-2થી અને પાકિસ્તાન વિરુદ્ધ 5-0થી સિરીઝ જીતી હતી. 

ઓસ્ટ્રેલિયાએ 2015માં પોતાની ધરતી પર પાંચમી વખત વિશ્વ કપનું ટાઇટલ જીત્યું હતું. તેણે એલન બોર્ડરની આગેવાનીમાં 1987માં પ્રથમવાર આ ટાઇટલ જીત્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news