લોકસભા 2019: PM મોદી મુદ્દે કર્ણાટકનાં CM કુમાર સ્વામીએ મીડિયા પર કાઢી ભડાશ

કર્ણાટકના મુખ્યમંત્રી અને જેડીએસનાં નેતા એચડી કુમારસ્વામીએ મંગળવારે વડાપ્રધાન મોદી મુદ્દે મીડિયા પર ભારે શાબ્દિક પ્રહારો કર્યા, તેમણે આરોપ લગાવ્યો કે, મીડિયા માત્ર મોદીને જ શા માટે જુએ છે ? તેમણે કહ્યું કે, મોદી દરરોજ સવારે ઉઠે છે ચહેરા પર ચમક લાવવા માટે મેકઅપ કરે છે અને કેમેરાની સામે આવી જાય છે. કુમારસ્વામીએ કહ્યું કે, અમે સવારે ઉઠીને  માત્ર નહાય છે અને પોતાનો ચહેરો ત્યાર પછીનાં દિવસે જ ધુએ છે. એટલા માટે મીડિયા માત્ર મોદીને જ દેખાડે છે. 
લોકસભા 2019: PM મોદી મુદ્દે કર્ણાટકનાં CM કુમાર સ્વામીએ મીડિયા પર કાઢી ભડાશ

નવી દિલ્હી : કર્ણાટકના મુખ્યમંત્રી અને જેડીએસનાં નેતા એચડી કુમારસ્વામીએ મંગળવારે વડાપ્રધાન મોદી મુદ્દે મીડિયા પર ભારે શાબ્દિક પ્રહારો કર્યા, તેમણે આરોપ લગાવ્યો કે, મીડિયા માત્ર મોદીને જ શા માટે જુએ છે ? તેમણે કહ્યું કે, મોદી દરરોજ સવારે ઉઠે છે ચહેરા પર ચમક લાવવા માટે મેકઅપ કરે છે અને કેમેરાની સામે આવી જાય છે. કુમારસ્વામીએ કહ્યું કે, અમે સવારે ઉઠીને  માત્ર નહાય છે અને પોતાનો ચહેરો ત્યાર પછીનાં દિવસે જ ધુએ છે. એટલા માટે મીડિયા માત્ર મોદીને જ દેખાડે છે. 

કુમારસ્વામીએ આગળ જણાવ્યું કે, મીડિયા માત્ર વડાપ્રધાન મોદીનાં ચહેરાને દેખાડે છે
આ વાત કુમાર સ્વામીએ બેંગ્લુરૂમાં ચૂંટણી રેલી દરમિયાન કહ્યું. તેઓ ગઠબંધન સરકારની તરફથી ઉભેલા ઉમેદવાર માટે રેલીને સંબોધિત કરી રહ્યા હતા. કુમાર સ્વામીએ કહ્યું કે, કેમેરાની સામે આવતા પહેલા વડાપ્રધાન મોદીના ચહેાર પર ચમક લાવવા માટે મેકઅપ અને વૈક્સિંગ કરવામાં આવે છે. કુમાર સ્વામીએ કહ્યું કે, મીડિયા માત્ર વડાપ્રધાન મોદીનો ચહેરો જ દેખાડે છે અને વિપક્ષનાં નેતાઓને વધારે સમય ફાળવતું નથી. કારણ કે તેઓ કેમેરા પર સારી નથી લાગી રહી. 

યોગી આદિત્યનાથે વિપક્ષ પર કર્યો પ્રહાર
બીજી તરફ જ્યારે કુમાર સ્વામીએ કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) ગઠબંધન સરકારનાં અસ્તિત્વ અંગે સવાલ પુછ્યો તો તેમનો જવાબ હતો કે, ગઠબંધન લોકસભા ચૂંટણી પછી પણ યથાવત્ત રહેશે. તેમણે કહ્યું કે, મારી સરકાર સ્થિર હશે, મને ચિંતા નથી. 

મને કર્ણાટકની સરકારનો આશિર્વાદ પ્રાપ્ત છે: કુમારસ્વામી
મને કર્ણાટકની જનતાનો આશિર્વાદ પ્રાપ્ત છે. અહીંના લોકો ઇચ્છે છે કે કોંગ્રેસ અને અમારુ ગઠબંધન જળવાઇ રહે.  આ અગાઉ એચડી કુમાર સ્વામીએ કહ્યું હતું કે 2014 અને 2019માં જબરદસ્ત ફરક છે.  અને આ વખતે લોકસભા ચૂંટણી વડાપ્રધાન મોદી માટે સરળ નહી હોય. 

મોદી માટે એક આકરી ચૂંટણી હશે: કુમારસ્વામી
તેમણે કહ્યું હતું કે, દેશનાં ઘટનાક્રમ અંગે વિચાર કરતા હું કહી શકુ છું કે તે મોદી માટે એક આકરી ચૂંટણી હશે. મુખ્યમંત્રીએ મહાગઠબંધનને કથિત રીતે ખીચડી કહેવા અંગે મોદી પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ અમને ખીચડી પાર્ટી કહી શકે છે. પરંતુ રાષ્ટ્રીય જનતાંતિર ગઠબંધન 13 પાર્ટીઓનું ગઠબંધન છે. તેમણે મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો તેમણે દેશ અને તેનાં લોકોનાં વિકાસ માટે કંઇ પણ સકારાત્મક કામ કર્યું હોય તો તેમને ક્ષેત્રીય પાર્ટીઓનાં દરવાજા પર ઉભા રહેવાની જરૂર નહોતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news