નસીરૂદ્દીન શાહે વિરાટને ગણાવ્યો વિશ્વનો સૌથી ખરાબ વ્યવહાર કરનારો ખેલાડી

શાહે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું, વિરાટ કોહલી ન માત્ર વિશ્વનો બેસ્ટ બેટ્સમેન છે પરંતુ વિશ્વનો સૌથી ખરાબ વ્યવહાર કરનાર પ્લેયર પણ છે. તેની ક્રિકેટિંગ ક્ષમતા તેના ખરાબ વ્યવહાર એરોગેન્સ અને ખરાબ વ્યવહાર આગળ ફીકી પડી જાય છે. 

 નસીરૂદ્દીન શાહે વિરાટને ગણાવ્યો વિશ્વનો સૌથી ખરાબ વ્યવહાર કરનારો ખેલાડી

નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા વિરાટ કોહલી તે વીડિયોને લઈને ટ્રોલ થયો હતો જેમાં તે ફેનને ભારત છોડવાનું કહી રહ્યો હતો. આ કોમેન્ટ એક પ્રમોશનલ વીડિયો દરમિયાન કરવામાં આવી હતી. કોહલી તે સમયે ભડકી ગયો હતો જ્યારે ફેને કહ્યું હતું કે, તે હાલના ભારતીય ખેલાડીઓથી વધુ ઈંગ્લિશ અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પસંદ કરે છે. 

કોહલીને તેની કોમેન્ટ માટે લોકોના નેગેટિવ રિએક્શનનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે આ મામલે બોલીવુડ એક્ટર નસીરૂદ્દીન શાહ પણ આવી ગયા છે, તેમણે હાલમાં સોશિયલ મીડિયા પર કોહલીના વ્યવહાર પર કોમેન્ટ કરી પરંતુ ત્યારબાદ લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા. 

શાહે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું, વિરાટ કોહલી ન માત્ર વિશ્વનો બેસ્ટ બેટ્સમેન છે પરંતુ વિશ્વનો સૌથી ખરાબ વ્યવહાર કરનાર પ્લેયર પણ છે. તેની ક્રિકેટિંગ ક્ષમતા તેના ખરાબ વ્યવહાર એરોગેન્સ અને ખરાબ વ્યવહાર આગળ ફીકી પડી જાય છે. પણ મારો ઈરાદો દેશ છોડવાનો નથી. 

શાહની આ કોમેન્ટ બાદ લોકોની સોશિયલ મીડિયા પર મિશ્રિત પ્રતિક્રિયાઓ મળી રહી છે. જ્યાં ઘણા લોકો નસીરૂદ્દીન દ્વારા કોહલીને સૌથી ખરાબ વ્યવહાર કરનાર ખેલાડી કહેતા ભડકી ગયા તો કેટલાકે ડિફેન્ડ કરતા ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સોને હરાવવા માટે આ પ્રકારનો સ્વભાવ જરૂરી છે. ઘણા લોકો શાહની આ વાત સાથે સમહત પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news