દિનેશ કાર્તિકની પહેલી પત્ની સાથે પ્રેમ, પછી બંનેએ કર્યાં લગ્ન, આ કારણે પણ ચર્ચામાં રહ્યો હતો મુરલી વિજય


આ બંને ટીમ ઈન્ડિયાનો ભાગ રહી ચૂક્યા છે. ક્રિકેટરે મિત્રને દગો કરીને તેની જ પત્ની સાથે અફેર કરી નાખ્યું. એક સમયે ખાસ મિત્રો હતા પરંતુ પછી કટ્ટર દુશ્મન બની ગયા. 
 

દિનેશ કાર્તિકની પહેલી પત્ની સાથે પ્રેમ, પછી બંનેએ કર્યાં લગ્ન, આ કારણે પણ ચર્ચામાં રહ્યો હતો મુરલી વિજય

નવી દિલ્હીઃ ભારત માટે 61 ટેસ્ટ મેચ રમી ચુકેલા ઓપનિંગ બેટર મુરલી વિજયે ક્રિકેટને અલવિદા કહ્યું છે. મુરલી વિજય છેલ્લે 2018માં ભારત માટે ટેસ્ટ મેચ રમ્યો હતો. ત્યારબાદ તેને ક્યારેય ટીમમાં તક મળી નહીં. હવે આજે મુરલી વિજયે ટ્વિટ કરીને જણાવ્યું કે, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. મુરલી વિજય પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન પોતાની લવ લાઇફને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. મુરલી વિજયને દિનેશ કાર્તિકની પત્ની સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરી લીધા હતા. તમે પણ જાણો શું હતી આ ઘટના.

મુરલી વિજયનું અંગત જીવન
મુરલી વિજયની પર્સનલ લાઈફની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમના અન્ય ખેલાડી દિનેશ કાર્કિત સાથેનો તેનો વિવાદ કોઈથી છૂપાયેલો નથી. એવા રિપોર્ટ્સ હતા કે મુરલી વિજયે દિનેશ કાર્તિકને દગો કરીને તેની ગર્ભવતી પત્ની સાથે લગ્ન કર્યા હતા. દિનેશ કાર્તિકનું જીવન સરળ રહ્યું નહતું. વર્ષ 2007માં કાર્તિકે પોતાની બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં દિનેશ કાર્તિકની પત્નીની મુલાકાત ક્રિકેટર મુરલી વિજય સાથે થઈ હતી. 

મુરલી વિજય અને નિકિતા એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા અને તેમનું અફેર શરૂ થઈ ગયું. બંને એક બીજાને મળવા લાગ્યા અને સમય પસાર કરવા લાગ્યા. દિનેશ કાર્તિકને આ વાતની  ખબર પડી તો તેણે પત્નીને ડિવોર્સ આપી દીધા. જ્યારે દિનેશે નિકિતાને ડિવોર્સ આપ્યા તો તે સમયે તે ગર્ભવતી હતી. ડિવોર્સ થતા જ નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા. કહેવાય છે કે કાર્તિકે ક્યારેય પુત્ર પર પોતાનો હક જમાવવાની કોશિશ કરી નથી. નિકિતા સાથે ડિવોર્સ થયા બાદ જિંદગીમાં ઈન્ટરનેશનલ સ્ક્વોશ પ્લેયર દિપિકા પલ્લીકલની એન્ટ્રી થઈ. બંનેની મુલાકાત વર્ષ 2013માં થઈ હતી.   દિનેશ કાર્તિકના આ ખરાબ સમયમાં દિપિકાએ તેને ખુબ સપોર્ટ કર્યો. ત્યારબાદ બંનેએ જલદી સગાઈ કરી લીધી. પરંતુ તેનો ખુલાસો કર્યો નહીં. 

ઓક્ટોબર 2014માં એક ઈવેન્ટ દરમિયાન બંનેએ કહ્યું કે તેઓ 2015માં લગ્ન કરી શકે છે અને આમ થયું પણ ખરું અને બંનેએ વર્ષ 2015માં લગ્ન કરી લીધા. દિનેશ કાર્તિક હિન્દુ છે અને દિપિકા ક્રિશ્ચન આથી બંનેએ બંને રિતિ રિવાજથી લગ્ન કર્યા હતા.   

બંને સારા મિત્રો હતા
તમિલનાડુનો સ્ટાર વિકેટકિપર દિનેશ કાર્તિક અને ક્રિકેટર મુરલી વિજય એકસમયે સારા મિત્રો હતા. બન્ને સાથે જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હતા અને આઈપીએલમા પણ બન્ને થોડાક સમય સાથે રમ્યા હતા. જોકે હવે બન્ને એકબીજા સાથે વાત કરવાનું પણ પસંદ કરતા નથી. કાર્તિકે 2007માં બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યા હતા. કાર્તિક અને નિકિતાના પરિવાર નજીકના મિત્રો હતા. સાથે રમતા બન્નેને પ્રેમ થયો હતો અને વાત લગ્ન સુધી આવી ગઈ હતી. જોકે આ સ્ટોરીમાં હેપ્પી એન્ડીંગ ન હતો. 2012 એટલે કે આઈપીએલ-5માં કાર્તિક અને નિકિતા સાથે ફર્યા હતા. આ દરમિયાને નિકિતાનું અફેર મુરલી વિજય સાથે થયું હતું. આ વાત કાર્તિકને ખબર પડી તો તેણે નિકિતા સાથે છુટા પડવાનો નિર્ણય કર્યો હતો. છુટાછેડા સમયે નિકિતા પ્રેગ્નેટ હતી. છુટાછેડા પછી નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા હતા. અલગ થયા બાદ કાર્તિકે ક્યારેય પોતાના પુત્ર નવીન ઉપર હક બતાવ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news