IND vs NZ: ભારતીય મૂળના એજાઝ પટેલે ઈતિહાસ રચ્યો, કુંબલેના રેકોર્ડની બરાબરી કરી, એક ઇનિંગમાં 10 વિકેટ ખેરવી
એજાઝ પટેલે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસનું પુનરાવર્તન કરતા એજાઝ પટેલે એક ઈનિંગમાં સંપૂર્ણ 10 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં તે એક ઈનિંગમાં 10 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે.
Trending Photos
Ajaz Patel Created History: એજાઝ પટેલે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસનું પુનરાવર્તન કરતા એજાઝ પટેલે એક ઈનિંગમાં સંપૂર્ણ 10 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં તે એક ઈનિંગમાં 10 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. પટેલ પહેલા આ કરિશ્મા ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલે અને ઈંગ્લેન્ડના જિમ લેકરે કર્યો હતો. કુંબલેએ 1999માં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં પાકિસ્તાન સામે આ કારનામું કર્યું હતું. જ્યારે, ઇંગ્લેન્ડના જિમ લેકરે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી. 1956માં લેકરે ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગમાં 10 વિકેટ લીધી હતી.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના જિમ લેકરે 1956માં માન્ચેસ્ટર ટેસ્ટમાં 53 રન આપીને 10 વિકેટ લીધી હતી, જ્યારે કુંબલેએ 1999માં દિલ્હીમાં પાકિસ્તાન સામે 74 રનમાં 10 વિકેટ લીધી હતી.
🔹 Jim Laker
🔹 Anil Kumble
🔹 Ajaz Patel
Remember the names! #WTC23 | #INDvNZ | https://t.co/EdvFj8yST5 pic.twitter.com/xDVImIifM6
— ICC (@ICC) December 4, 2021
જણાવી દઈએ કે મુંબઈમાં જન્મેલા ઈજાઝે બીજી ટેસ્ટમાં 47.5 ઓવર ફેંકી હતી અને 12 ઓવર મેડલ નાંખીને 119 રનમાં 10 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એજાઝે આ અદ્ભુત કામ કરીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ લખાવ્યું હતું.
એજાઝના પરિવાર વિશે...
એજાઝ પટેલના પરિવારનું એક ઘર હજુ પણ મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં છે. તેની માતા ઓશિવપરાની એક શાળામાં ભણાવતી હતી. એજાઝ પોતે ઘણીવાર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની મેચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ આવતો હતો. તેમના મિત્ર મિશેલ મેકક્લેનાગનના કારણે તેમણે કેટલાક પ્રસંગોએ MI ખેલાડીઓ સામે બોલિંગ પણ કરી છે. કોણ જાણતું હતું કે જ્યારે તે પોતે ન્યુઝીલેન્ડની ટેસ્ટ જર્સી પહેરીને વાનખેડે ખાતે બોલિંગ કરવા ઉતરશે ત્યારે તે તબાહી મચાવી દેશે. પટેલે પોતાની મેજિંક બોલિંગથી ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. તે ટેસ્ટની એક ઇનિંગમાં 10 વિકેટ લેનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.
મુંબઈ ટેસ્ટના પ્રથમ દિવસે એકમાત્ર પટેલે વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર પહેલા જ દિવસે પટેલનો શિકાર બન્યા હતા. પૂજારા અને કોહલી ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. બીજા દિવસે બોલિંગ કરવા આવેલા પટેલ કંઈક અલગ જ મૂડમાં હતા. દિવસની શરૂઆતમાં રિદ્ધિમાન સાહાને પેવેલિયન પરત મોકલ્યો, પછી રવિચંદ્રન અશ્વિનને આઉટ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 300 રન પણ નહોતો થયો કે આ ટેસ્ટમાં સદી ફટકારનાર મયંક અગ્રવાલ પણ પટેલની સ્પિન બોલિંગમાં કેચ આઉટ થયો હતો. અત્યાર સુધી પટેલે 7 વિકેટ લીધી હતી. તેણે અક્ષર પટેલની આઠમી વિકેટ લીધી. ત્યારબાદ તેણે જયંત યાદવની પણ વિકેટ લીધી હતી. પછી મોહમ્મદ સિરાજને આઉટ થતાં જ પટેલ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગયો.
કુંબલેની બરાબરી કરી શકે છે પટેલ, ચાહકો હતાશ
ભૂતપૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ 1998-99માં પાકિસ્તાન માટે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી. ક્રિકેટ ચાહકો સોશિયલ મીડિયા પર અનુમાન લગાવી રહ્યા હતા કે જો કોઈ પટેલને કુંબલેના રેકોર્ડની બરાબરી કરવાથી રોકી શકે તેમ છે તો તે રાહુલ દ્રવિડ છે. જો કેપ્ટન વિરાટ કોહલી દ્રવિડના કહેવા પર ઈનિંગ ડિકલેર કરશે તો ઈજાઝ આ રેકોર્ડની બરાબરી કરવાથી વંચિત રહી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે