IPL 2019: આ સિઝનમાં પ્રથમવાર આમને-સામને ટકરાશે ધોની-રોહિતની સેના
ચેન્નઈ અને મુંબઈ આઈપીએલની સૌથી સફળ ટીમો છે. બંન્ને ટીમો ત્રણ-ત્રણ વાર ચેમ્પિયન બની છે.
Trending Photos
મુંબઈઃ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના શાનદાર ફોર્મના દમ પર આત્મવિશ્વાસથી ઓતપ્રોત ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલના મેચમાં બુધવારે મુંબઈ ઈન્ડિન્યનસ સામે રમશે જે ટૂર્નામેન્ટની સૌથી સફળ બે ટીમો વચ્ચે હાલની સિઝનનો પ્રથમ મેચ રસપ્રદ રહેશે.
ત્રણવખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સતત ત્રણ જીતની સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. બીજીતરફ મુંબઈની ટીમે ત્રણમાંથી એક મેચ જીતી તો બેમાં પરાજય થયો છે. બંન્ને વચ્ચે છેલ્લા પાંચ મેચોમાંથી મુંબઈએ ચાર મેચ જીતી છે. કુલ મળીને બંન્ને વચ્ચે 26 મેચ રમાઈ છે જેમાંથી 14માં મુંબઈનો વિજય થયો છે. આ વખતે ચેન્નઈનું પલડું ભારે લાગી રહ્યું છે અને ખાસ કરીને ધોની શાનદાર ફોર્મમાં છે. જેણે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગત મેચમાં 46 બોલમાં 75 રન ફટકાર્યા હતા.
ચેન્નઈની પાસે બોલિંગમાં ડેપ્થ અને સ્પિન વિભાગમાં વિવિધતા છે જ્યારે મુંબઈની સાથે સારૂ ફાસ્ટ આક્રમણ છે. મુંબઈની ટીમ પોતાના ઓપનિંગ બેટ્સમેનો રોહિત અને દક્ષિણ આફ્રિકાના ક્વિંટન ડિ કોક પર વધુ નિર્ભર છે જ્યારે બાકી બેટ્સમેનોએ પ્રદર્શનમાં સુધાર કરવો પડશે.
મહેમાનની પાસે વેસ્ટઈન્ડિઝના ફાસ્ટ બોલર અલજારી જોસેફ કે ઓલરાઉન્ડર બેન કટિંગને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા મલિંગાની જગ્યાએ ઉતારવાની તક છે. સ્પિન વિભાગમાં મુંબઈની ટીમ પાછળ છે કારણ કે ચેન્નઈની પાસે હરભજન જેવો અનુભવી સ્પિનર છે. આ સિવાય આફ્રિકાનો ઇમરાન તાહિર અને રવિન્દ્ર જાડેજા સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે