ધોની લેહમાં બાળકો સાથે રમ્યો ક્રિકેટ, ફોટો વાયરલ

ધોનીએ 15 દિવસ સુધી આર્મીની સાથે જમ્મૂ-કાશ્મીરમાં ટ્રેનિંગ લીધી હતી. તે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેણે ક્રિકેટમાથી બ્રેક લીધો છે. 

ધોની લેહમાં બાળકો સાથે રમ્યો ક્રિકેટ, ફોટો વાયરલ

લેહઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ ટેરિટોરિયલ આર્મીની સાથે જમ્મૂ-કાશ્મીરમાં પોતાની બે સપ્તાહની ટ્રેનિંગ પૂરી કરી લીધી છે. આ વચ્ચે બાળકો સાથે બાસ્કેટબોલ કોર્ટ પર ક્રિકેટ રમતી તેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

આ તસ્વીરમાં ધોની બોલને હિટ કરતો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે ધોનીએ લદ્દાખમાં ક્રિકેટ એકેડમી ખોલવાનો વાયદો કર્યો છે. 

38 વર્ષીય ધોનીએ એક્ટિવ ક્રિકેટમાથી બે મહિનાનો બ્રેક લીધો છે. તેણે વિશ્વકપમાં સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે થયેલા પરાજય બાદ ક્રિકેટમાથી બ્રેક લીધો અને કાશ્મીરમાં પોતાની રેજિમેન્ટને સેવા આપવા માટે પહોંચી ગયો હતો. 

ધોની ટેરોટોરિયલ આર્મી- 106 ટીએ બટાલિયન (પેરા)ની સાથે જમ્મૂ અને કાશ્મીરમાં 30 જુલાઈએ જોડાયો હતો. તેણે બે સપ્તાહ સુધી બટાલિયનની સાથે ટ્રેનિંગ કરી હતી. 

— Chennai Super Kings (@ChennaiIPL) August 17, 2019

બે સપ્તાહ સુધી સેના સાથે સમય પસાર કર્યા બાદ ધોની નવી દિલ્હી પરત આવી ગયો છે. દોની સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલના માનદ પદ પર છે. શનિવારે  સાંજે તે લેહ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. 

માહિતી મળી છે કે ધોની સ્વતંત્રતા દિવસના અવસરે લદ્દાખમાં હતો. સેનાના જવાનોએ તેનું સ્વાગત કર્યું અને તેને પોતાની સાથે સેનાની જનરલ હોસ્પિટલ પણ લઈ ગયા હતા. ધોનીએ અહીં દર્દીઓ સાથે વાત પણ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news