ધોનીએ રચ્યો ઈતિહાસ, સચિન સાથે આ ખાસ ક્બલમાં થયો સામેલ

ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 347 વનડે મેચ રમી છે જ્યારે એશિયા ઇલેવન તરફથી 3 મેચ રમી છે.
 

ધોનીએ રચ્યો ઈતિહાસ, સચિન સાથે આ ખાસ ક્બલમાં થયો સામેલ

નવી દિલ્હીઃ વિશ્વ કપ 2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેદાન પર ઉતરતા જ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચી દીધો છે. આ ધોનીના વનડે કરિયરની 350મી મેચ છે અને તે હવે ભારત તરફથી સચિન બાદ 250 વનડે મેચ રમનાર બીજો ખેલાડી બની ગયો છે. 

ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 347 વનડે મેચ રમી છે જ્યારે એશિયા ઇલેવન તરફથી 3 મેચ રમી છે. વનડે ક્રિકેટમાં 350 મેચ પૂરી કરનાર ધોની વિશ્વનો દસમો અને ભારતનો બીજો ક્રિકેટર બની ગયો છે. વિશ્વમાં સૌથી વધુ વનડે મેચ રમનાર ખેલાડીઓમાં ભારતનો પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. સચિને કુલ 463 વનડે મેચ રમી છે. ત્યારબાદ બીજા નંબર પર શ્રીલંકાનો માહેલા જયવર્ધને છે જેણે 448 મેચ રમી છે. આ સિવાય કુમાર સાંગાકારા 404 મેચ, શાહિદ આફ્રિદી 398 વનડે મેચ, ઇંઝમામ ઉલ હક 378 મેચ, રિકી પોન્ટિંગ 375 મેચ, વસીમ અકરમ 356 મેચ અને મુથૈયા મુરલીધરને 350 વનડે મેચ રમી છે. 

38 વર્ષના ધોનીએ ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યાં છે અને હવે આ સિદ્ધિ હાસિલ કરીને તે ખાસ બની ગયો છે. આ વિશ્વ કપમાં ધોનીનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે, ઘણીવાર તેની બેટિંગને લઈને સવાલો ઉઠ્યા છે. પરંતુ ટીમ કેપ્ટન વિરાટ કોહલીએ તેનું સમર્થન કર્યું છે. 

તમને જણાવી દઈએ કે ધોનીને લઈને અફવા ઉડી હતી કે તે વિશ્વ કપની અંતિમ મેચ બાદ ક્રિકેટને અલવિદા કહી દેશે, પરંતુ તેણે પોતાની નિવૃતીની અફવાહ પર વિરામ લગાવતા કહ્યું કે, તે હજુ ફિટ છે અને રમતો રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news