જસપ્રીત બુમરાહે વિશ્વ કપ 2019મા બનાવ્યો અનોખો રેકોર્ડ, તમામ બોલરોને છોડ્યા પાછળ

જસપ્રીત બુમરાહ આ વિશ્વકપમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. 
 

જસપ્રીત બુમરાહે વિશ્વ કપ 2019મા બનાવ્યો અનોખો રેકોર્ડ, તમામ બોલરોને છોડ્યા પાછળ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશ્વ કપ-2019મા ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. જસપ્રીત બુમરાહે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિશ્વ કપ 2019ની પ્રથમ સેમિફાઇનલમાં પહેલી ઓવર ફેંકવાની સાથે વિશ્વકપમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

જસપ્રીત બુમરાહ આ વિશ્વકપમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાના પ્રથમ સ્પેલની પ્રથમ ઓવર મેડન ફેંકી હતી. આ સાથે વિશ્વ કપ 2019ની 9મી મેચમાં બુમરાહે 9 ઓવર મેડન ફેંકવાનો રેકોર્ડ બનાવી લીધો છે. આ મામલામાં જોફ્રા આર્ચર બીજા નંબર પર છે. 

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે વિશ્વ કપની 9 મેચોમાં 8 ઓવર મેડન ફેંકી છે. મહત્વનું છે કે જસપ્રીત બુમરાહ અને જોફ્રા આર્ચર માટે આ પર્દાપણ વિશ્વ કપ છે. ચોંકાવનારી વાત છે કે ટીમ ઈન્ડિયા માટે આ વિશ્વકપમાં ભારતીય બોલરોએ કુલ 15 ઓવર (ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે ઓવર સમાપ્ત સુધી) મેડન ફેંકી છે, જેમાં 9 ઓવર જસપ્રીત બુમરાહની સામેલ છે. 

વિશ્વ કપમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર બોલર
9 ઓવર - જસપ્રીત બુમરાહ

8 ઓવર - જોફ્રા આર્ચર

6 ઓવર - પેટ કમિન્સ અને ક્રિસ વોક્સ

5 ઓવર - મોહમ્મદ આમિર, ક્રિસ મોરિસ, મિશેલ સ્ટાર્ક 

જસપ્રીત બુમરાહે 9 ઓવર મેડન ફેંકી છે. તો ભારતના બાકી બોલરોએ માત્ર મળીને 6 ઓવર મેડન ફેંકી છે. જસપ્રીત બુમરાહે આ વિશ્વ કપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ વિકેટ લીધા બાદ 18 વિકેટ પોતાના નામે કરી લીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news