શું IPL માંથી નિવૃતિ લેશે ધાકડ MS Dhoni? આ તારીખે કરશે મોટી જાહેરાત
MS Dhoni IPL 2023: ધોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, 'હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગે લાઇવ આવીને આ જાણકારી આપીશ. આશા રાખું છું, તમે બધા ત્યાં હશો. 'આ પોસ્ટથી 41 વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીના IPL માંથી સંન્યાસ લેવાના સમાચારો ફેલાઇ રહ્યા છે.
Trending Photos
MS Dhoni IPL 2023: ભારતના પૂર્વ ખેલાડી અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતા નથી અને લાઇમ લાઇટમાં આવવું પસંદ કરતા નથી. ધોનીએ 15 ઓગસ્ટ વર્ષ 2020 માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધી હતી, પરંતુ તે હજુ પણ IPL માં રમી રહ્યા હતા. જોકે હવે ધોનીએ પોતાના ફેસબુક પરથી એક પોસ્ટ કરી છે. જેથી ઘણા પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.
ભારતના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ફેસબુક પર એક પોસ્ટ મુકી છે, જેમાં તેમણે 25 સપ્ટેમ્બરના રોજ લાઇવ આવવાની વાત કહી છે. ધોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, 'હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગે લાઇવ આવીને આ જાણકારી આપીશ. આશા રાખું છું, તમે બધા ત્યાં હશો. 'આ પોસ્ટથી 41 વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીના IPL માંથી સંન્યાસ લેવાના સમાચારો ફેલાઇ રહ્યા છે.
CSK ને 4 વાર બનાવ્યા ચેમ્પિયન
મહેન્દ્ર સિંહ ધોનીની જાદૂઇ કેપ્ટનશિપમાં CSK એ ચાર વાર આઇપીએલની ટ્રોફી પોતાના નામે કરી છે. ધોની મેદાન પર ખૂબ જ શાંત રહે છે. તે પોતાના શાંત અને ચતુર દિમાગથી વિરોધીઓને ચિત કરી દે છે. તેમની પાસે DRS લેવાની ગજબ કલા છે. પરંતુ આઇપીએલ 2022 ના પહેલાં જ ધોનીએ ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી હતી, ત્યારે રવિન્દ્ર જાડેજાએ કમાન સંભાળી હતી, પરંતુ ત્યારબાદ ધોની ફરીથી CSK ટીમના કેપ્ટન બની ગયા. આઇપીએલ 2022 સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે તે ચેન્નઇ માટે આઇપીએલ 2023 માં પણ રમશે.
દુનિયાના સારા ફિનિશર
મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશરમાં સામેલ છે. તેમણે પોતાના દમ પર ટીમ ઇન્ડીયાને ઘણી મેચો જીતાડી છે. તેમની કેપ્ટનશિપમાં જ ટીમ ઇન્ડીયાએ વર્ષ 2007 નો ટી20 વર્લ્ડકપ, વર્ષ 2011 માં વનડે વર્લ્ડ કપ અને વર્ષ 2013 માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે